News Continuous Bureau | Mumbai
જો તમે ઓછા પૈસા અને સસ્તી કિંમતે નેપાળ(Nepal) ફરવા માંગો છો, તો તમારા માટે એક સુવર્ણ તક છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ(Tourists) નેપાળ ફરવા જાય છે. તો જો તમે પણ નેપાળની મુલાકાત લેવા માંગતા હો, તો IRCTC તમારા માટે ખિસ્સાને પરવડી શકે તેટલા ઓછા પૈસામાં શાનદાર પેકેજ(Great package) લઈને આવ્યું છે.
“નેચરલી નેપાલ એક્સ ભોપાલ”(Naturally Nepal x Bhopal) આ પેકેજનું નામ છે અને તેમાં કાઠમંડુ(Kathmandu), પોખરાની(Pokhara) ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેકેજની મુદત 6 દિવસ અને 5 રાત છે. IRCTCએ આ ટૂર પર જવા માટે ફ્લાઈટનો વિકલ્પ આપ્યો છે અને આ ટૂર 8મી ઓગસ્ટ 2022ના રોજ ઉપડશે.
આ સમાચાર પણ વાંચો : બરાબરનો ભેરવાયો યાસીન મલિક-પોતાને શાંતિ દૂત ગણાવનાર આ કાશ્મીરી આતંકીએ ગૃહમંત્રીની દિકરીનું અપહરણ કર્યું હતું-કોર્ટમાં આ વ્યક્તિએ કર્યો ખુલાસો