IREDA : IREDA 16મી સ્ટેકહોલ્ડર્સ મીટનું આયોજન કર્યું

IREDA : સીએમડીએ વેપારવાણિજ્ય સરળ કરવા અને ડિજિટાઇઝેશન પર ભાર મૂક્યો છે; ઋણ લેનારાઓ નવરત્ન દરજ્જા અને સુવ્યવસ્થિત લોન પ્રક્રિયા માટે આઇઆરઇડીએની પ્રશંસા કરી

by Hiral Meria
IREDA organized 16th Stakeholders Meet

News Continuous Bureau | Mumbai

IREDA : ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (આઇઆરઇડીએ) આજે, 4 મે, 2024ના રોજ નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં ( India International Centre ) પોતાની 16મી સ્ટેકહોલ્ડર્સ ઇન્ટરેક્શન મીટનું આયોજન કર્યું હતું. આ સ્ટેકહોલ્ડર્સ મીટમાં ( stakeholders meet ) સૌર ઊર્જા, પવન, હાઇડ્રો, બાયો એનર્જી અને નવી અને ઉભરતી ટેકનોલોજી સહિત પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્પેક્ટ્રમમાં ફેલાયેલા વ્યાવસાયિક ભાગીદારોએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો. વિશેષરુપથી 16માંથી આ બીજી વ્યક્તિગત બેઠક હતી, જેમાં 14 બેઠકો વર્ચ્યુઅલ રીતે યોજાઇ હતી. 

આ ઇવેન્ટમાં આઇઆરઇડીએની તાજેતરની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં નાણાકીય વર્ષ 2023-24માં તેના ઐતિહાસિક વાર્ષિક પ્રદર્શન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ચર્ચામાં અક્ષય ઊર્જાના ( renewable energy ) વિકાસ માટે હાથ ધરવામાં આવેલી મુખ્ય પહેલો, અગાઉની આદાનપ્રદાન બેઠકોના સૂચનોના અમલીકરણ અને ભારત સરકાર દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકો સાથે સુસંગત ભવિષ્યની યોજનાઓને આવરી લેવામાં આવી હતી.

IREDA organized 16th Stakeholders Meet

IREDA organized 16th Stakeholders Meet

 

આ બેઠકમાં નોંધપાત્ર નાણાકીય સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં આઇઆરઇડીએની ટિયર -1 કેપિટલ 31 માર્ચ, 2024ના રોજ રૂ. 8,265.20 કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ નોંધપાત્ર મૂડીઆધાર પ્રોજેક્ટ ફાઇનાન્સિંગમાં મોટા એક્સપોઝરને સક્ષમ બનાવે છે, જેમાં કંપની એક જ ઋણલેનારને રૂ. 2,480 કરોડ અને ધિરાણ લેનારાઓના જૂથને રૂ. 4,133 કરોડ સુધીનું ધિરાણ કરવા સક્ષમ છે. આઇઆરઇડીએની નેટવર્થમાં નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 2,995 કરોડથી નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જે નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 8,559 કરોડ થઈ છે, જે તેની નાણાકીય મજબૂતી અને સ્થિરતા દર્શાવે છે.

ઋણલેનારાઓએ આઇઆરઇડીએને તેની સુવ્યવસ્થિત લોન મંજૂરી પ્રક્રિયા અને ફેસલેસ વ્યવહારો માટે અભિનંદન આપ્યા હતા, જે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને સરળ બનાવવા માટે એજન્સીની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. હોદ્દેદારોએ તાજેતરમાં “નવરત્ન”નો દરજ્જો પ્રાપ્ત કરવા અને માત્ર 19 દિવસના ગાળામાં ઓડિટેડ નાણાકીય પરિણામો પ્રકાશિત કરનારી પ્રથમ એનબીએફસી બનવા બદલ આઇઆરઇડીએની પણ પ્રશંસા કરી હતી.

IREDA organized 16th Stakeholders Meet

IREDA organized 16th Stakeholders Meet

આ સમાચાર પણ વાંચો : Mumbai News : BMC મુંબઈની હોસ્પિટલોમાં હવે ક્લીનઅપ માર્શલ દંડ વસૂલશે. પાલિકાનો નિર્ણય.

હિતધારકોને સંબોધન કરતાં આઇઆરઇડીએનાં ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રદિપ કુમાર દાસે વેપાર-વાણિજ્યની સરળતાને સુલભ બનાવવા અને આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શ્રેષ્ઠ બનાવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. સીએમડીએ સતત કોર્પોરેટ ગવર્નન્સ, પારદર્શકતા અને જવાબદારી પ્રત્યે આઇઆરઇડીએની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નાણાકીય ઉત્પાદનોને અનુરૂપ બનાવવા માટે કંપનીના સમર્પણ અને ભાગીદારોના પ્રતિસાદના આધારે ભારત સરકાર દ્વારા સીઓપી26માં નિર્ધારિત વિઝન સાથે સુસંગત થઈને નવા ઉત્પાદનો રજૂ કરવાની તેની તૈયારી પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું હતું કે, આઇઆરઇડીએનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત સ્ત્રોતોમાંથી 500 ગીગાવોટ સ્થાપિત વીજળી ક્ષમતાનાં મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો છે.

IREDA organized 16th Stakeholders Meet

IREDA organized 16th Stakeholders Meet

મીટિંગમાં એક ઇન્ટરેક્ટિવ સત્ર હતું જ્યાં હોદ્દેદારોને સીએમડી અને ટીમ સાથે સીધા જ જોડાવવાની તક મળી. ડાયરેક્ટર (ફાઇનાન્સ), ડો. બીજય કુમાર મોહંતી અને આઇઆરઇડીએના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનો સૌથી યાદગાર ભાગ હાસ્ય કવિ સંમેલન હતું, જેમાં પ્રસિદ્ધ કવિ અને વ્યંગકાર શ્રી સુરેન્દ્ર શર્મા, શ્રી વેદપ્રકાશ વેદ, શ્રીમતી મનીષા શુક્લા અને શ્રી ગોવિંદ રાઠી સાથે શ્રોતાઓને આનંદ અને હાસ્યની પળો પહોંચાડી હતી.

IREDA organized 16th Stakeholders Meet

IREDA organized 16th Stakeholders Meet

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More