ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 સપ્ટેમ્બર 2020
ચીન સામેનો વિરોધ અને માલના બહિષ્કાર છતાં નાણા મંત્રાલયના આંકડાઓ કંઈક જુદું જ કહે છે. અર્થ મંત્રાલયએ જણાવ્યું હતું કે એપ્રિલથી જુલાઈ 2020 ના ગાળામાં ભારતમાં ચીનથી આયાતનું પ્રમાણ વધ્યું છે. ચીનથી આવેલા માલ નું પ્રમાણ 19 ટકા જેટલું થયું છે. જ્યારે 2019 માં આયાત માલ 14 ટકા હતું, એટલે કે બોયકટ ચાઇના વચ્ચે ચીનથી ભારતમાં આવતાં માલની આયાત માં કોઈ ફરક પડયો નથી. લોકડાઉન હળવું થતાની સાથે ભારતના વેપારી, ઉદ્યોગપતિઓ અને ખરીદદારો ચીનથી માલસામગ્રી મંગાવવી ચાલુ જ રાખી છે. આ અંગે વેપારીઓનું કહેવું છે કે તેઓ જૂના ઓર્ડર નો માલ આયાત કરી રહ્યા છે. આથી તેમાં વધારો લાગી રહ્યો છે.
ભારતથી ચીનમાં થતી નિકાસ ની વાત કરીએ તો 2019માં એપ્રિલ-જુલાઇ દરમિયાન 4.5 ટકા હતી. જે 2020 માં વધીને 9.5 ટકા થઈ છે. જેનું કુલ મૂલ્ય 7.3 અબજ ડોલર થાય છે. ભારત ચીન પાસેથી મુખ્યત્વે ઓર્ગેનિક, કેમિકલ, ઇલેક્ટ્રોનિક મશીનરી, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ,મેડિકલ ઇક્વિપમેન્ટ નો સમાવેશ થાય છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના જાણકારો કહે છે કે ભારતનો આ ઉદ્યોગ મહદંશે ચીન પર આધારિત છે. આયાત બંધ થાય તો ભારતના ફાર્માઉધોગને મુશ્કેલી પડી શકે એમ છે. આથી જ પાયાની સામગ્રીની માંગને પહોંચી વળવા માટે પણ ચીનથી આયાત કરવી મજબૂરી બની રહી છે, એમ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ નિષ્ણાતો એ જણાવ્યું હતું..
