ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર, 2021
શનિવાર
ભારત અને ઇઝરાઇલ બંને દેશો વચ્ચે ગાઢ મિત્રતા છે. આ બંને દેશોએ વિપત્તિના સમયે એકબીજાને મદદ કરી છે. હાલમાં જ ઈઝરાયેલના વાણિજ્ય દૂત કોબ્બી શોશાની મુંબઈ સ્થિત સ્વાતંત્ર્યવીર સાવરકર સ્મારક પર આવ્યા હતા. ત્યારે તેમણે ઇઝરાયેલ ભારતના સંબંધો વિશે વાત કરી હતી. તેમજ હાલમાં 26 /11ના હુમલાની વરસી નિમિત્તે તે કાળા દિવસને યાદ કરીને શોક પણ વ્યક્ત કર્યો હતો.
ઈઝરાયેલના વાણિજ્ય દૂત કોબ્બી શોશાની સ્વાતંત્ર્યવીર સાવરકર સ્મારક પર આવ્યા હતા ત્યારે કાર્યકારી પ્રમુખ રણજીત સાવરકર, ખજાનચી મંજીરી મરાઠે, કાર્યવાહ રાજેન્દ્ર વરાડકર અને સહકાર્યવાહ સ્વપ્નિલ સાવરકરને મળ્યા હતા. વીર સાવરકરના જીવનમાંથી તેમને પ્રેરણા મળે છે તેવું કહ્યું હતું. કોબ્બી શોશાનીએ મીડિયાને જણાવ્યું કે, તેઓ વર્ષોથી અહીં આવે છે. તેમણે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે 26/11ના આતંકવાદી હુમલાના ચાર પાંચ દિવસ બાદ હું મુંબઈ આવ્યો હતો અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. એ દિવસ મારા માટે પણ બહુ દુઃખદ હતો. ઇઝાયલ દેશ પણ આતંકવાદથી લડી રહ્યો છે. આ બંને દેશો મળીને આતંકવાદને ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
આ સાથે કોબ્બી શોશાનીએ હમાસ પર ઈઝરાયેલના હુમલાને ભારતીયોએ સોશિયલ મીડિયા પર જે સમર્થન આપ્યું હતું. તે જોઈને ખુશી વ્યક્ત કરી હતી.