News Continuous Bureau | Mumbai
ISRO: ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી ચૂક્યું છે. હવે સ્પેસ એજન્સી મનુષ્યને પણ ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહી છે. ઈસરોના ચીફે ( ISRO chief ) એક નિવેદનમાં આવા સંકેત આપ્યા છે. જો કે તેમણે આ માટે 2040નો ઉલ્લેખ કર્યો છે. તેમણે ચંદ્ર ( moon ) પર મનુષ્યને મોકલવાની પ્રક્રિયામાં આવી રહેલા પડકારોનો પણ નિવેદનમાં ઉલ્લેખ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીફે એક નિવેદનમાં કહ્યું હતું કે, પહેલા તો અંતરિક્ષમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણ માટે એક ટેક્નોલોજી સાયન્સ મેપ તૈયાર કરવો પડશે. જ્યારે ગગનયાન મિશન ( Gaganyaan Mission ) દ્વારા જે પ્રયોગો કરવા માંગીએ છીએ તેના વિશે વિચારીએ છીએ. ત્યારે આ મિશનની સાથે આપણે ચંદ્ર મિશન ( lunar mission ) માટેની ક્ષમતાઓ પણ વધારવી પડશે. હાલ આ મિશન માટે પાંચ લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
મનુષ્યને ચંદ્ર પર મોકલવા માટે આપણે પ્રક્ષેપણ ક્ષમતાઓ, લેબ્સ અને સિમ્યુલેશન સિસ્ટમ્સ વિકસાવવી પડશે…
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતની પહોંચ પણ ચંદ્ર સુધી હોવી જોઈએ. તેથી અમે ઈચ્છીએ છીએ કે વર્ષ 2040 સુધીમાં કોઈ ભારતીય વ્યક્તિ ચંદ્રની સપાટી પર ઉતરે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે ચંદ્ર પરનું આ મિશન અચાનક નહીં થાય અને આ મિશનની યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે તેને પ્રથમ ઘણા પ્રેક્ટિસ મિશનમાંથી પસાર થવું પડશે.
આ સમાચાર પણ વાંચો : Gaganyaan Mission: ભારતના આ ચાર અવકાશયાત્રીઓ ગગનયાન મિશન માટે અવકાશમાં જશે, પીએમ મોદીએ કરી અવકાશયાત્રીઓના નામની જાહેરાત..
તેણે આગળ કહ્યું હતું કે, આ મિશન ઓછા ખર્ચનું કામ નથી. મનુષ્યને ચંદ્ર પર મોકલવા માટે આપણે પ્રક્ષેપણ ક્ષમતાઓ, લેબ્સ અને સિમ્યુલેશન સિસ્ટમ્સ વિકસાવવી પડશે. આ બધું એક સાથે તૈયાર નથી થતું. આ બધું ઘણી અનેકો વખત કરવું પડશે. જે બાદ તેમાં સફળતા મળશે અને આ પછી જ ભારતમાંથી ચંદ્ર પર માનવ મિશન ( Human mission ) શક્ય બનશે.
આ દરમિયાન, તેમણે ચંદ્ર પર માનવ મોકલવા માટે વિશ્વના અન્ય દેશોમાં ચાલી રહેલા પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો, તેમણે આ અંગે કહ્યું હતું કે, અન્ય ઘણા દેશો પણ ચંદ્ર પર જઈ રહ્યા છે. અમેરિકા, ચીન અને અન્ય દેશોમાં ફરી રસ વધ્યો છે. તે મુજબ ભારત પાસે પણ તેનું પોતાનું સ્પેસ સ્ટેશન (ભારતીય સ્પેસ સ્ટેશન) હોવું જરૂરી જોઈએ. જેના માટે અમારી પાસે 2028 સુધીમાં ભ્રમણકક્ષામાં પ્રથમ મોડ્યુલ સ્થાપિત થવુ જોઈએ અને સંપૂર્ણ મોડ્યુલ 2035 સુધીમાં પૂર્ણ થવું જોઈએ, જેનો અર્થ છે કે માનવીઓ માટે ત્યાં લાંબો સમય સુધી રહેવાની ક્ષમતા રહેશે.