Site icon

ઈસરો આ મહિનામાં લોન્ચ કરશે ‘ચંદ્રયાન 3’. જાણો 2022 માટે ISRO નું શું છે પ્લાનિંગ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

 શુક્રવાર

ભારતના અંતરિક્ષ પરીક્ષણ પર દુનિયા નજર રાખીને બેઠી છે. ત્યારે ઈસરો પાસે ભારતને પણ ઘણી બધી આશા છે. આવી જ આશા અને અપેક્ષાઓના ભાર સાથે ઈસરોએ વર્ષ 2022 માટે ખુબ જ વિસ્તાર પુર્વકનું પ્લાનિંગ તૈયાર કર્યું છે. એ અંતર્ગત ખુબ જ મહત્વાકાંક્ષી ગણાતા ચંદ્રયાન-3 મિશનને આગામી ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ઈસરોએ આ વર્ષે અન્ય 19 મિશન લોન્ચ કરવાનું પણ આયોજન કરેલ છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે લોકસભામાં પોતાના લેખિત જવાબમાં જણાવ્યું કે અંતરિક્ષ વિભાગે 2022માં 19 મિશન લોન્ચ કરવાની યોજના બનાવી છે.

ઈસરો ઓગસ્ટમાં ચંદ્રયાન-૩ લોન્ચ કરવા જઈ રહ્યું છે. બે વર્ષ પહેલાં, ચંદ્ર મિશન દરમિયાન, ઈસરોનું અવકાશયાન ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું અને આ રીતે મિશન નિષ્ફળ ગયું હતું. વાસ્તવમાં, અવકાશ વિભાગે ચંદ્ર મિશનમાં વિલંબ સંબંધિત પ્રશ્નોના જવાબમાં લોકસભામાં સમયરેખા જાહેર કરી હતી. અવકાશ વિભાગે એક લેખિત જવાબમાં કહ્યું કે ચંદ્રયાન-૨ મિશનમાંથી શીખેલા પાઠ અને વૈશ્વિક નિષ્ણાંતોના સૂચનોના આધારે ચંદ્રયાન-૩ પર કામ ચાલી રહ્યું છે. તેણે જરૂરી પરીક્ષણો પૂર્ણ કરી લીધા છે અને તેનું પ્રક્ષેપણ ઓગસ્ટ ૨૦૨૨માં થવાનું છે.

શું લાંબી કવાયત બાદ દેશભરમાં ફરજિયાત ટોલ ટેકસ વસુલી ટેકનોલોજી હટશે? સંસદીય સમિતિએ સરકારને કરી આ ભલામણ; જાણો વિગતે

મિશનમાં સતત વિલંબ થવાના કારણો અંગેના પ્રશ્નોના જવાબમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ રોગચાળાને કારણે ઘણા ચાલુ મિશન પ્રભાવિત થયા છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, અવકાશ ક્ષેત્રના સુધારા અને નવા રજૂ કરાયેલ માંગ-સંચાલિત મોડલના બેકગ્રાઉન્ડમાં પ્રોજેક્ટ્‌સની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે.

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version