Site icon

ISRO XPoSat Mission: નવા વર્ષના પહેલા જ દિવસે ISRO એ રચ્યો ઈતિહાસ.. ઈસરોનું XSPECT લોન્ચ.. ચંદ્ર બાદ હવે અવકાશનું આ રહસ્ય ઉકેલાશે..

ISRO XPoSat Mission: ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આ નવા વર્ષના પહેલા જ દિવસે એક મોટો ઇતિહાસ રચ્યો છે. ISRO એ નવા વર્ષના પ્રથમ દિવસે અવકાશ મિશનની શરૂઆત કરી છે અને ISRO એ પોતાનું સેટેલાઇટ પણ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.

ISRO XPoSat Mission ISRO created history on the very first day of New Year.. ISRO's XSPECT launch.. After the Moon, now this mystery of space will be solved.

ISRO XPoSat Mission ISRO created history on the very first day of New Year.. ISRO's XSPECT launch.. After the Moon, now this mystery of space will be solved.

News Continuous Bureau | Mumbai 

ISRO XPoSat Mission: આજે નવા વર્ષ 2024 નો પહેલો દિવસ છે. સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ( ઇસરો ) એ આ નવા વર્ષના પહેલા જ દિવસે એક મોટો ઇતિહાસ રચ્યો છે. ISRO એ નવા વર્ષના પ્રથમ દિવસે અવકાશ મિશનની ( space mission ) શરૂઆત કરી છે અને ISRO એ પોતાનું સેટેલાઇટ (  Satellite ) પણ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ઈસરોએ 1 જાન્યુઆરીના રોજ સવારે 9:10 વાગ્યે ‘એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ’ ( એક્સપોઝેટ ) મિશન લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન-3 મિશન સાથે 2023માં ચંદ્ર પર પહોંચ્યા બાદ અને આદિત્ય એલ-1 મિશન સાથે સૂર્ય તરફની યાત્રા શરૂ કર્યા બાદ, ઈસરોએ આ વર્ષે અવકાશમાં તેનું પહેલું પગલું ભર્યું છે.

Join Our WhatsApp Community

ઈસરોએ નવા વર્ષનું પ્રથમ મિશન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ( Sriharikota ) લોન્ચ કરવામાં આવ્યું હતું. મિશનની શરૂઆત સાથે, બ્લેક હોલ ( black hole ) અને ન્યુટ્રોન તારાઓનો ( neutron stars ) અભ્યાસ કરવા માટે અવકાશમાં વિશિષ્ટ ખગોળશાસ્ત્ર વેધશાળા ( Astronomical Observatory )  મોકલનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો છે. એક્સપોઝેટ એક સંશોધન વેધશાળા તરીકે કામ કરશે. જે અવકાશમાં બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓ વિશે વધુ માહિતી એકત્ર કરશે.

ચેન્નાઈથી લગભગ 135 કિમી પૂર્વમાં સ્થિત સ્પેસ સેન્ટરમાંથી નવા વર્ષના પહેલા દિવસે સવારે 9.10 વાગ્યે પ્રક્ષેપણ માટે 25 કલાકનું કાઉન્ટડાઉન રવિવાર (31 ડિસેમ્બર) થી શરૂ થયું હતું. ઈસરોના સૂત્રોએ જણાવ્યું હતું કે, “પીએસએલવી-સી58નું કાઉન્ટડાઉન આજે સવારે 8.10 વાગ્યે શરૂ થયું હતું.”

ઈસરોએ આ અભિયાન 2017માં શરૂ કર્યું હતું..

XPoSAT ઉપગ્રહને વર્ષના પ્રથમ દિવસે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઉપગ્રહ અવકાશમાં રેડિયેશનનો અભ્યાસ કરશે. તેમના સ્ત્રોતોના ફોટા લેશે. તેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે. જેમ કે- પલ્સર, બ્લેક હોલ એક્સ-રે દ્વિસંગી, સક્રિય ગેલેક્ટીક ન્યુક્લી, નોન-થર્મલ સુપરનોવા. આ સેટેલાઇટ 650 કિમીની ઉંચાઈ પર લોન્ચ 

આ સમાચાર પણ વાંચો : Arvind Kejriwal : સમાજ સેવાનો રસ્તો લીધો છે. જેલ જવા તૈયાર… કેજરીવાલનું ચોકાવનારું નિવેદન. જાણો વિગતે..

ઈસરોએ આ અભિયાન 2017માં શરૂ કર્યું હતું. આ અભિયાનનો ખર્ચ 9.50 કરોડ રૂપિયા છે. પ્રક્ષેપણ પછી લગભગ 22 મિનિટ પછી, એક્સપોઝેટ ઉપગ્રહને તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવશે. ઉપગ્રહમાં બે પેલોડ છે. પ્રથમ – POLIX અને બીજું – XSPECT.

એક અહેલાવ મુજબ, પોલિક્સ આ ઉપગ્રહનો મુખ્ય પેલોડ છે. તે રમન સંશોધન સંસ્થા અને યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. 126 કિલોનું સાધન અવકાશ સ્ત્રોતોના ચુંબકીય ક્ષેત્ર, રેડિયેશન, ઇલેક્ટ્રોન વગેરેનો અભ્યાસ કરશે. તે 8-30 keV રેન્જમાં એનર્જી બેન્ડનો પણ અભ્યાસ કરશે. પોલિક્સ અવકાશમાં 50 સૌથી તેજસ્વી પદાર્થોમાંથી 40નો અભ્યાસ કરશે.

XSPECT એટલે એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી અને સમય. તે 0.8-15 keV રેન્જમાં એનર્જી બેન્ડનો અભ્યાસ કરશે. એટલે કે, તે પોલક્સની રેન્જ કરતા ઓછા એનર્જી બેન્ડ્સનો અભ્યાસ કરશે. તે પલ્સર, બ્લેક હોલ બાઈનરી, લો-મેગ્નેટિક ફિલ્ડ ન્યુટ્રોન સ્ટાર્સ, મેગ્નેટર્સ વગેરેનો અભ્યાસ કરશે.

 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version