ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ પ્રથમવાર હિમાલયના પર્વત બલબલાને સર કર્યો છે અને સાથે જ જવાનોએ પર્વત બલબલાની ચોટી પર રાષ્ટ્રધ્વજ પણ લહેરાવી દીધો છે.
માઉન્ટ બલબલાની ઊંચાઈ 21 હજાર 50 ફૂટ છે. ITBPના 46 જવાનોને DIG અપર્ણાસિંહે લીલી ઝંડી આપી હતી અને ત્યાર બાદ તેઓ 4 સપ્ટેમ્બર, 2021ના રોજ પાંચ જવાન અને એક ગાઇડ બેસ કૅમ્પથી નીકળ્યા હતા.
હિમાલય પર્વત બલબલાની ચોટીને સૌથી ખતરનાક માનવામાં આવે છે. આ કારણસર જ કોઈએ પર્વત બલબલાને સર કરવાની હિંમત નથી કરી. પર્વત બલબલા પર તાપમાન માઇનસ 30 ડિગ્રીથી પણ ઓછું હોય છે.
પર્વત બલબલાની છેલ્લી ચોટી પર પહોંચવા 90 ડિગ્રી ઊભું ચઢાણ ચઢવું પડે છે. ITBPના જવાનોએ પહેલીવાર હિમાલયની પર્વત બલબલા પર જીત મેળવી અને તિરંગો લહેરાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પહેલીવાર કોઈ ભારતીય દળ આ ચોટી પર પહોંચી શક્યું છે. આજથી 74 વર્ષ પહેલાં 25 ઑગસ્ટ, 1947ના સ્વિત્ઝરલૅન્ડની ટીમે માઉન્ટ બલબલાને સર કર્યો હતો.
સાવધાન! મુંબઈમાં ડેલ્ટાના દર્દીઓમાં મળી આવ્યાં નવાં લક્ષણો; જાણો વિગત
આપને જણાવી દઈએ કે આ અભિયાન ગત 7 ઑગસ્ટ, 2021ના રોજ ઉત્તરાખંડના જોશીમઠમાં પ્રથમ બટાલિયનથી શરૂ કરવામાં આવ્યું હતું.
ITBPના જવાનોએ પ્રથમવાર સર કર્યો બલબલા અને લહેરાવ્યો તિરંગો, 74 વર્ષ પહેલાં આ દેશની ટીમે સર કર્યો હતો; જુઓ વીડિયો..#India #Uttarakhand #proud #ITBP #Himalaya #mountan #mountainbalbala pic.twitter.com/YZPRMi5mhi
— news continuous (@NewsContinuous) September 7, 2021