Site icon

વધુ એક રેકોર્ડ- 22850 ફૂટની ઉંચાઈ પર બરફની ચાદર ઉપર ITBPના જવાનોનો યોગા અભ્યાસ- જુઓ વીડિયો 

News Continuous Bureau | Mumbai 

ITBP એટલે કે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના વીર જવાનોએ ફરી એકવાર અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. ઉત્તરાખંડ હિમાલયમાં (Yoga Practice on Himalaya) 22,850 ફૂટની ઊંચાઈએ બરફની વચ્ચે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના પર્વતારોહકો યોગાભ્યાસ(Indo Tibetan Border Police Yoga) કર્યો છે. અગાઉ, ITBPના ક્લાઇમ્બર્સ ગયા અઠવાડિયે માઉન્ટ અબી ગામિનના શિખર પર હતા, જ્યારે તેઓએ રસ્તામાં બરફથી ઢંકાયેલ વિસ્તારમાં એક જગ્યાએ ઉચ્ચ ઊંચાઈ પર યોગાભ્યાસ કર્યો હતો.

Join Our WhatsApp Community

 

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ દિલ્હી હેડક્વાર્ટરથી ITBPના પ્રવક્તા વિવેક પાંડેના જણાવ્યા અનુસાર, પર્વતના શિખર પર પહોંચવા માટે, ITBP પર્વતારોહકોની 14 સભ્યોની ટીમે બરફમાં 20 મિનિટ સુધી યોગનો અભ્યાસ (ITBP Mountaineers Yoga) કર્યો હતો. આઈટીબીપીનો દાવો છે કે, અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ દ્વારા સૌથી વધુ ઉંચાઈ પર યોગ(Yoga) કરવાનો આ રેકોર્ડ છે. આટલી ઊંચાઈએ અત્યંત ઊંચી ઊંચાઈ સાથે યોગાભ્યાસ અગાઉ ક્યારેય જોયો નથી. આ ઊંચાઈઓ પર પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આ તેના પ્રકારનો અનોખો રેકોર્ડ છે. 

આ સમાચાર પણ વાંચો : આખરે સરકાર જાગી- લોન વસૂલી માટે ટોર્ચર કરનારી આટલી લોન એપ પર પ્રતિબંધ- ગૂગલને નોટિસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International yoga day) પર વડાપ્રધાન(PM Narendra Modi)ના વિઝન અને આ વર્ષની થીમ- 'માનવતા માટે યોગ' થી પ્રેરિત થઈને, ITBP-ક્લાઇમ્બર્સે આટલી ઊંચાઈએ યોગનો અભ્યાસ કર્યો અને વિવિધ યોગ આસનોનો અભ્યાસ કરીને લોકોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો. 

ITBPના ક્લાઇમ્બર્સ ગયા અઠવાડિયે માઉન્ટ અબી ગેમિનના શિખર પર હતા. ત્યાં તેમણે રસ્તામાં બરફથી તરબોળ વિસ્તારમાં આ યોગ સત્રનું આયોજન કર્યું હતું. પર્વતના શિખર પર પહોંચવા માટે, ITBP પર્વતારોહકો(mountainers)ની 14-સદસ્યની ટીમે 1 જૂનના રોજ આત્યંતિક પરિસ્થિતિઓ વચ્ચે 20 મિનિટ સુધી યોગનો અભ્યાસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા કોઈ વ્યક્તિ કે સંસ્થાએ આટલી ઉંચાઈ પર યોગાસન નથી કર્યું. 

છેલ્લા કેટલાક વર્ષોમાં, ITBP એ હિમાલયની ઉચ્ચ પર્વતમાળા(mountain0ઓમાં ટોચની પર્વતમાળાઓ પર યોગ કરીને યોગને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ કરી છે. ITBPના જવાનો લદ્દાખ, હિમાચલ પ્રદેશ(Himachal Pradesh), ઉત્તરાખંડ(Uttarakhadn), સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સહિત ભારત-ચીન સરહદો પર વિવિધ ઊંચાઈએ હિમાલયની પર્વતમાળાઓ પર સૂર્ય નમસ્કાર સહિત વિવિધ આસનો અને વિવિધ યોગાસનો યોગના પ્રચારમાં અનુકરણીય યોગદાન આપી રહ્યા છે.

US Firing Missiles from Indian Ports?: દુનિયામાં ચર્ચા, પણ ભારતનું વલણ સ્પષ્ટ! ભારતીય બંદરો અને અમેરિકી મિસાઈલના દાવા પાછળનું શું છે રહસ્ય? વાંચો વિદેશ મંત્રાલયનો ખુલાસો
Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
Exit mobile version