ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
19 જુન 2020
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકની અંદર વિવિધ એનકાઉન્ટરોમાં 8 આતંકવાદીઓને ઢેર કરવામાં ભારતીય સેનાને સફળતા મળી છે. જેમાંથી પાંચ આતંકીઓ શોપિયાંમાં અને ત્રણ આતંકી પંપોરમાં ઠાર મરાયા છે .
હજુ તો વર્ષનાં છ જ મહિના થયા છે તે દરમિયાન આતંકવાદીઓના સફાયાનો આંકડો 100 પર પહોંચી ગયો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ગુરુવારથી આતંકીઓ અને ભારતીય સેનાના જવાનો વચ્ચે મુઠભેડ ચાલુ હતી. જે શુક્રવારની સવાર સુધી ચાલી. પહેલા આતંકવાદીઓને સરન્ડર કરવા સેનાએ અપીલ કરી તો તેઓએ સામે ગોળીબાર શરૂ કરી દીધી, ત્યારબાદ સેનાએ પણ પોતાના હથિયાર ઉઠાવા પડ્યા હતા.
શોપિયાનમાં માર્યા ગયેલા પાંચમાંથી ચાર આતંકીઓની લાશ કબ્જે કરાઈ છે, જ્યારે પાંચમાની તલાશ ચાલુ છે.
બીજી બાજુ પંપોરમાં માર્યા ગયેલા ત્રણમાંથી બે જણા મસ્જિદમાં છુપાઈ ને બેઠા હતા.
આ સંયુક્ત અભિયાન જમ્મુ-કાશ્મીરની સ્થાનિક પોલીસ, સેનાના જવાનો તેમજ સીઆરપીએફ સાથે મળીને ચલાવ્યું હતું. સેનાને મળેલી ગુપ્ત માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારમાં હજુ ઘણા આતંકીઓ છુપાઈને બેઠા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/