ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
29 ઓગસ્ટ 2020
જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે ત્રણ આતંકવાદીઓ સામ સામી ગોળીબાર માં ઠાર મરાયા છે. જેમાં એક સૈનિક પણ શહીદ થયો છે. પુલવામા ઘટના અંગે શનિવારે જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોને ત્યાં આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતી મળી હતી. જેને પગલે રાત્રે જ ઝદૂરા વિસ્તારમાં એક જગ્યાએ કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.
આ સર્ચ અભિયાન દરમિયાન આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોની સર્ચ પાર્ટી પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યાર બાદ આ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. પોલીસ અને સૈનિકોના વળતા ફાયરિંગમા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. એન્કાઉન્ટર સ્થળેથી હથિયારો અને દારૂગોળો સહિતની વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ મહિનામાં જમ્મુ-કાશ્મીરની પોલીસ અને સુરક્ષા દળોના સભ્યોએ સાથે મળીને, આતંકવાદીઓને નાથવા માટે 'ઓપરેશન ઓલ આઉટ' શરૂ કર્યું છે. તેમાં અત્યાર સુધી લગભગ 150 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા છે. આને કારણે આતંકવાદી સંગઠનો બેબાકળા બન્યા છે અને સ્થાનિક અંતરિયાળ વિસ્તારોમાં છુપાઈને પોતાની ગતિવિધિઓને અંજામ આપવાનું કામ કરી રહ્યા છે. પરંતુ, તેની સામે ભારતીય સુરક્ષા બળો એલર્ટ હોવાથી રોજ કશે ને કશે આતંકવાદીઓનું એન્કાઉન્ટર થઈ રહ્યું છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com