ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
જમ્મુ કાશ્મીર
13 જુલાઈ 2020
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સોમવારની સવારથી જ સેના અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેદ શરૂ થઈ ગઈ હતી. જેમાં બે આતંકવાદીને માર્ય ગયા છે. આ ઓપરેશન સી આર પી એફ, કવીક એક્શન ટીમ, જમ્મુ કાશ્મીર પોલીસ અને રાષ્ટ્રિય રાયફલ 3 ના જવાનોએ મળીને પાર પાડ્યું છે.
અનંતનાગના શ્રીગુરુફડાર વિસ્તારમાં આતંકવાદી છુપાયો હોવાની માહિતી જવાનોને મળી હતી. ત્યાર બાદ વહેલી સવારથી આ વિસ્તારનો ધેરાવો કરી લેવામાં આવ્યો હતો. પોલીસ અને સેનાએ ચારે તરફથી તેને ઘેરી લીધો હોવાની જાણ થતાં જ આતંકવાદીએ ગોળીબારી શરૂ કરી દીધી હતી. જેના જવાબી કાર્યવાહીમાં આતંકવાદી માર્યો ગયો છે. હજુ પણ સેનાનું સર્ચ ઓપરેશન આ વિસ્તારમાં ચાલુ જ છે. કારણ કે આગામી પાંચ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને એક વર્ષ પૂર્ણ થશે, અને આ દરમિયાન ભાગલાવાદીઓ તરફથી કોઈ મોટી આફત ઊભી કરવામાં આવે એવી આશંકા સેવાઈ રહી છે. આને લક્ષમાં રાખી આખી કાશ્મીર ઘાટીમાં સેનાએ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.
આ એન્કાઉન્ટર, રવિવારે, ઉત્તર કાશ્મીરના સોપોરમાં ત્રણ એલઇટી આતંકવાદીઓ માર્યા ગયાના એક દિવસ પછી આજે ફરી થયું છે. અધિકારીએ ઉમેર્યું કે, એન્કાઉન્ટર સ્થળેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
નોંધનીય છે કે 'ઓપરેશન ઓલ આઉટ' અંતર્ગત તમામ સેના, પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનો મળીને આતંકવાદીઓને શોધી શોધીને મારી રહ્યા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com