Site icon

Jagannath Puri: જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાગુ થયો ડ્રેસ કોડ, આ તારીખથી થશે લાગુ..

Jagannath Puri: હવે કોઈ પણ ભક્ત ફાટેલા જીન્સ, સ્લીવલેસ કપડા અને હાફ પેન્ટ પહેરીને ઓડિશાના જગન્નાથપુરી મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં. 12મી સદીના આ મંદિરમાં ભક્તો માટે 1 જાન્યુઆરીથી 'ડ્રેસ કોડ' લાગુ કરવામાં આવશે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) એ અનેક ક્વાર્ટર તરફથી ફરિયાદો મળ્યા બાદ જગન્નાથ મંદિરમાં નવો ડ્રેસ કોડ લાગુ કરવાનો નિર્ણય લીધો છે, તેમ મંદિર પ્રશાસને જણાવ્યું હતું.

Jagannath Puri Dress code for devotees at Jagannath temple in Puri from Jan 1

Jagannath Puri Dress code for devotees at Jagannath temple in Puri from Jan 1

News Continuous Bureau | Mumbai 

Jagannath Puri: હાલમાં ધાર્મિક અથવા પ્રાર્થના સ્થળોની ( Religious  places ) મુલાકાત લેતી વખતે કેવા કપડાં ( clothes ) પહેરવા જોઈએ તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. દરમિયાન હવે ઓડિશાના (  Odisha ) પ્રસિદ્ધ પ્રાચીન જગન્નાથ પુરી મંદિરે પણ કપડાંને લઈને એક નિયમ તૈયાર કર્યો છે. જાન્યુઆરી મહિનાથી તેનો અમલ થાય તેવી શક્યતા છે. આ મંદિરમાં આવતા ભક્તોએ ( Devotees ) નિયમોમાં નિયમોનું પાલન કરવાનું હોય છે.

Join Our WhatsApp Community

12મી સદીની આસપાસ બાંધવામાં આવેલ પ્રાચીન જગન્નાથ પુરી મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો આવે છે. દર્શન માટે આવતા ભક્તોનું સંચાલન મંદિર પ્રશાસનની ( temple administration ) જવાબદારી છે. આ અંગેના નિર્ણયો વહીવટી સમિતિ દ્વારા લેવામાં આવે છે. આ અંગે હવે નિયમો અંગેની સમિતિએ નિર્ણય લીધો છે અને જાન્યુઆરી મહિનાથી શ્રદ્ધાળુઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવશે.

અશોભનીય પોશાક પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં મળે

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે કેટલાક લોકો અશોભનીય પોશાક પહેરીને મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. મંદિર પ્રશાસને તે ફરિયાદની નોંધ લીધી છે અને તે મુજબ આ નિયમ બનાવવામાં આવ્યો છે. આ મુજબ, મંદિરમાં પ્રવેશ કરતી વખતે ફાટેલા જીન્સ, સ્લીવલેસ કુર્તા, હાફ પેન્ટ, શોર્ટ્સ જેવા કપડા પહેરવા પર પ્રતિબંધ છે. આ સિવાય રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કયા પ્રકારનાં કપડાંને મંજૂરી આપવામાં આવશે તે અંગેના નિયમો થોડા દિવસોમાં જારી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Bank Of Baroda: હવે આ બેંક પર RBI દ્વારા મોટી કાર્યવાહી, લાખો ગ્રાહકો પર પડશે સીધી અસર.. તમારુ ખાતું તો આમાં નથી ને! જાણો શું છે આ સમગ્ર પ્રકરણ.. વાંચો વિગતે અહીં…

1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે નિયમો

મંદિરની પવિત્રતા અને મહત્વ અકબંધ રાખવાની આપણી ફરજ છે. કમનસીબે, કેટલાક લોકો અન્યની ધાર્મિક લાગણીઓને ( religious sentiments ) ધ્યાનમાં લીધા વિના મંદિર પરિસરમાં પ્રવેશતા જોવા મળ્યા છે. કેટલાક લોકો એવા પોશાક પહેરીને આવે છે કે જાણે તેઓ બીચ અથવા પર્યટન માટે આવ્યા હોય. મેનેજમેન્ટે કહ્યું કે મંદિર એ ભગવાનનું ઘર છે, મનોરંજનનું સ્થળ નથી. નવા નિયમો 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે. મંદિરના સિંહ દ્વાર પર, સુરક્ષા રક્ષકો ખાતરી કરશે કે ભક્તો યોગ્ય પોશાકમાં પ્રવેશ કરે. પ્રતિબંધિત પહેરવેશ હશે તો ભક્તોને ત્યાં રોકી દેવામાં આવશે.

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version