ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 જુન 2020
"કરોના વાયરસના સંક્રમણની ને ધ્યાનમાં રાખી 23 જૂને ઓડિશાના પુરીમાં દર વર્ષે નીકળતી સુપ્રસિદ્ધ રથયાત્રાને મંજૂરી ન આપી શકાય, અને જો યાત્રા કાઢવાની મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ અમને ક્યારેય માફ નહીં કરે એવું કોર્ટે 18 જૂને પોતાના હુકમ માં જણાવ્યું હતું.
કોર્ટના આ ફેસલા વિરોધમાં ઓડિશાના 19 વર્ષીય મુસ્લિમ વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરવાની અપીલ કરી છે. દર વર્ષે ચોમાસામાં ધામધૂમપૂર્વક ભગવાન જગન્નાથ પુરીની શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં દુનિયાભરના લોકો સામેલ થાય છે. આ રથ યાત્રાને મંજૂરી આપવાની માંગ કરનાર મુસ્લિમ યુવકને સોશિયલ મીડિયા પર લોકો બીજો સલા બેગ કહી રહ્યા છે. સલા બેગ એક મુસ્લિમ વ્યક્તિ હતા અને ભગવાન જગન્નાથના ભક્ત હતા. હુસેને જણાવ્યું કે રથયાત્રા તે બાળપણથી જોતો આવ્યો છે અને રથયાત્રા સાથે તે ભાવનાત્મક રીતે જોડાયેલો છે. તેણે ભગવાન જગન્નાથ પર અનેક પુસ્તકો પણ વાંચ્યા છે અને તેના પરિવારમાં તેમના દાદાએ પણ 1960 માં એક ત્રિનાથનું હિન્દુ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com