ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
જમ્મુ કાશ્મીર
11 જુલાઈ 2020
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના નૌગામ સેક્ટરમાં શનિવારે, 11 જુલાઇના રોજ સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં ઓછામાં ઓછા બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે નૌગામ સેક્ટરમાં એલઓસી સાથે સૈનિકોએ શંકાસ્પદ હિલચાલ થતી જોઈ તરત જ ભારતીય સેના હરકતમાં આવી જઈ આક્રમણ કરી દીધુ હતું, જેના પરિણામે બે આતંકવાદીઓને ત્યાંજ ઠાર મારવામાં આવ્યા હતા.
સેનાના અહેવાલોમાં જણાવાયું છે કે એલઓસીના આ ભાગમાં ઘૂસવાની કોશિશ કરતી વખતે આતંકવાદીઓના એક જૂથને પડકારવામાં આવ્યું હતું. જો કે, તેઓએ આર્મી પર ફાયરિંગ શરૂ કર્યું અને આ રીતે એન્કાઉન્ટર શરૂ થયું હતું.. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો અને આ વિસ્તારમાં વધુ આતંકવાદીઓ, હોય તો તેને શોધવા માટે એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એક આર્મી ઓફિસરના જણાવ્યા મુજબ પાકિસ્તાન સતત આતંકવાદીઓને સરહદની આ તરફ ધકેલી ઘુસપેઠ કરાવના સતત પ્રયાસ કરી રહ્યું છે. આ વર્ષે જુલાઈ સુધી કાશ્મીર ખીણમાં સેનાએ પાકિસ્તાન પ્રાયોજિત સેંકડો આતંકવાદીઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી મોતને ઘાટ ઉતારયાં છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com