Site icon

Jammu-Kashmir: કુલગામમાં આતંકીઓ સાથે અથડામણમાં સેનાના 3 જવાન શહીદ, આ આતંકી સંગઠને લીધી જવાબદારી

Jammu-Kashmir: શુક્રવારે સાંજથી આતંકીઓ અને જવાનો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં આર્મી અને કુલગામ પોલીસની સંયુક્ત ટીમ સામેલ છે.

jammu-kashmir-3-soldiers-martyred-in-encounter-with-terrorists-in-kulgam-terrorist-organization-paff-took-responsibility

jammu-kashmir-3-soldiers-martyred-in-encounter-with-terrorists-in-kulgam-terrorist-organization-paff-took-responsibility

News Continuous Bureau | Mumbai

Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીર (Jammu- Kashmir) ના કુલગામ (Kulgam) માં આતંકવાદી (Terrorist) ઓ સાથેની અથડામણમાં 3 જવાનો શહીદ થયા છે. આતંકીઓ વિરુદ્ધ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદી સંગઠન PAFFએ આની જવાબદારી લીધી છે અને તેને કલમ 370 (Article 370) નાબૂદ કરવાનો બદલો ગણાવ્યો છે. PAFF એ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સંઘી સરકાર દ્વારા કલમ 370 ના ગેરકાયદેસર નાબૂદની પૂર્વ સંધ્યાએ અમારા લડવૈયાઓએ હુમલો કર્યો છે.
કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર સેનાએ સર્ચ ઓપરેશન (Search Operation) શરૂ કર્યું હતું, જેમાં કુલગામ પોલીસ પણ સામેલ હતી. અભિયાન દરમિયાન શુક્રવારે (4 ઓગસ્ટ) સાંજે સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 3 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું.

Join Our WhatsApp Community

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને 4 વર્ષ વીતી ગયા છે

આતંકવાદીઓ સાથે સૈનિકોની અથડામણ એવા સમયે થઈ રહી છે. જ્યારે આજે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અવસર પર ભાજપે (BJP) શ્રીનગરમાં વિજય સરઘસ કાઢવાની જાહેરાત કરી છે. સવારે 9.30 વાગ્યે નહેરુ પાર્કથી શરૂ થયેલી આ વિજય કૂચ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર સુધી જશે. તે જ સમયે, સાવચેતી તરીકે, અમરનાથ યાત્રા (Amarnath Yatra) શનિવારે (5 ઓગસ્ટ) સ્થગિત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Hema malini : રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં ધર્મેન્દ્ર અને શબાના આઝમીના બહુ ચર્ચિત કિસિંગ સીન પર હેમા માલિનીએ આપી આવી પ્રતિક્રિયા, જાણો ‘ડ્રીમ ગર્લ’ એ શું કહ્યું

ગુમ થયો હતો લશ્કરી માણસ

ભારતીય સેનાના જવાન જાવેદ અહમદ વાની 29 જુલાઈના રોજ કુલગામથી જ ગુમ થઈ ગયા હતા. વાની 29 જુલાઈના રોજ રજા પર ઘરે આવ્યો હતો અને તે જ સાંજે ગુમ થઈ ગયો હતો. જે કારમાં જવાન ઘરેથી નીકળ્યો હતો. તે કાર રસ્તાના કિનારે મળી આવી હતી. તેમાં લોહીના નિશાન પણ મળી આવ્યા હતા. જવાનના પરિજનોએ દાવો કર્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
ગુમ થયેલા જવાનને શોધવા માટે સેના અને પોલીસ દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 5 દિવસ પછી 3 ઓગસ્ટે વાની પોલીસ ટીમને મળી આવ્યો હતો. જવાનની રિકવરી અંગે માહિતી આપતાં એડીજીપી (ADGP) કાશ્મીરે કહ્યું હતું કે મેડિકલ તપાસ બાદ તેની પૂછપરછ કરવામાં આવશે. આ તપાસમાં સેના અને પોલીસ બંનેના અધિકારીઓ સામેલ થશે.

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version