Site icon

Jammu Kashmir : બારામુલ્લામાં સુરક્ષાદળોએ સૈનિકોની શહાદતનો લીધો બદલો, ઉરી એન્કાઉન્ટરમાં આટલા આતંકી માર્યા ઠાર..

Jammu Kashmir : શનિવાર, 16 સપ્ટેમ્બરના રોજ, સેનાએ કાશ્મીરના બારામુલામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઉરી, હાથલંગા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા બે આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે.

Jammu Kashmir : 3 terrorists killed as security forces foil infiltration bid in J K's Baramulla

Jammu Kashmir : 3 terrorists killed as security forces foil infiltration bid in J K's Baramulla

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરના ( Jammu Kashmir ) અનંતનાગ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટર વચ્ચે ( Baramulla ) બારામુલ્લામાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બારામુલ્લા જિલ્લાના હથલંગાના ઉરીના ફોરવર્ડ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ( security forces ) સેનાએ ત્રણ આતંકીઓને ઠાર ( killed ) કર્યા છે. બે આતંકવાદીઓના ( terrorists ) મૃતદેહ મળી આવ્યા છે. ત્રીજા આતંકીનો મૃતદેહ બોર્ડર પાસે પડ્યો છે. પાકિસ્તાન ચોકી પરથી સતત ગોળીબારના ( firing ) કારણે મૃતદેહ ઉપાડી શકાયો ન હતો. ત્રણેયની ઓળખ થવાની બાકી છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. આ જાણકારી સેના દ્વારા આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

બારામુલ્લા એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ અને કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉ ટ્વિટર) પર બારામુલ્લામાં ચાલી રહેલા એન્કાઉન્ટરની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે અને ત્યાં છુપાયેલા અન્ય આતંકીઓને શોધી રહી છે. સુરક્ષા દળોને ઉરી અને હાથલંગાના આગળના વિસ્તારોમાં કેટલાક વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. આ કારણે વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળો અને પોલીસ સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈના આ વિસ્તારમાં ફૂટપાથ થયો ધરાશાયી, છ બાઇક ગટરમાં સરી પડી..

આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ

તમને જણાવી દઈએ કે શુક્રવારે બારામુલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરતી વખતે આતંકવાદીઓના બે મદદગારોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો. આ માહિતી પોલીસે આપી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઉત્તર કાશ્મીરના બારામુલ્લાના ઉરી વિસ્તારમાં એલઈટીના બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. બંનેની ઓળખ મીર સાહિબ બારામુલ્લાના રહેવાસી ઝૈદ હસન મલ્લા અને સ્ટેડિયમ કોલોની બારામુલ્લાના રહેવાસી મોહમ્મદ આરીફ ચન્ના તરીકે થઈ છે. તલાશી દરમિયાન તેમની પાસેથી બે ગ્લોક પિસ્તોલ, બે મેગેઝીન, પિસ્તોલના બે સાયલેન્સર, પાંચ ચાઈનીઝ ગ્રેનેડ અને 28 કારતૂસ મળી આવ્યા હતા.

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version