News Continuous Bureau | Mumbai
Jammu Kashmir Accident: જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir) માં આજે એક દુ:ખદ અકસ્માત (Accident) થયો છે. અહીં કિશ્તવાડથી જમ્મુ (Jammu) જઈ રહેલી એક બસ 300 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ બસમાં કુલ 55 લોકો મુસાફરી (Passengers) કરી રહ્યા હતા અને આ સમાચાર લખાય છે ત્યાં સુધી 36 લોકોના મોત થયા હોવાની દુઃખદ માહિતી મળી રહી છે.
બચાવ કામગીરી ચાલુ
માહિતી મળતાં પોલીસ પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી છે. બચાવ ટીમે જણાવ્યું કે ઘાયલોને કિશ્તવાડ જિલ્લા હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ, ડોડામાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કંટ્રોલ રૂમ ડોડા (Doda) ના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી બસ ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં ત્રંગલ પાસે રોડ પરથી પલટી ગઈ અને બીજા રસ્તા પર 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ.
આ સમાચાર પણ વાંચોઃ Moong Dal Halwa : ભાઈદુજ પર મગની દાળના હલવાથી કરાવો ભાઈનું મોં મીઠુ, અદ્ભુત છે તેનો સ્વાદ. નોંધી લો રેસિપી..
PM મોદીએ એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત..
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. PM મોદીએ કહ્યું- ડોડામાં બસ દુર્ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય.