Jammu Kashmir Election : જમ્મુ કાશ્મીરની 26 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન શરૂ, ભાજપ માટે અયોધ્યાની જેમ આ સીટ છે મહત્વની..

Jammu Kashmir Election : આ તબક્કામાં છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં 3 જિલ્લા જમ્મુ ડિવિઝનમાં છે જ્યારે 3 જિલ્લા ઘાટીમાં સામેલ છે.

by kalpana Verat
Jammu Kashmir Election Phase 2 voting for 26 seats begins amid high security

 News Continuous Bureau | Mumbai

 Jammu Kashmir Election :  

  • જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. 

  • આજે 26 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં કાશ્મીરની 15 અને જમ્મુની 11 સીટો સામેલ છે. 

  •  26 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તેમા 25 લાખ મતદારો 239 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. 

  • આજે મતદારો નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા, ભાજપ  જમ્મુ અને કાશ્મીરના પ્રમુખ રવિન્દર રૈના જેવા હાઈ-પ્રોફાઈલ ચહેરાઓનું ભાવિ નક્કી કરશે.

  • બીજા તબક્કાના મતદાનમાં શ્રી માતા વૈષ્ણોદેવી સીટ પર બધાની નજર રહેશે. આ સીટ માટે ભાજપના બલદેવ રાજ શર્મા, કોંગ્રેસના ભૂપિન્દર સિંહ, જેકેપીડીપીના પ્રતાપ કૃષ્ણ શર્મા મેદાનમાં છે. 

  • પીએમ મોદીએ મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Jammu Kashmir Assembly Elections 2024 : જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, ચૂંટણી ફરજ પર તૈનાત વાહન ખીણમાં પડ્યુ

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More