News Continuous Bureau | Mumbai
Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરના સગીપોરા વિસ્તારમાં રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર બંધ થયા બાદ આજે સવારે એન્કાઉન્ટર ફરી શરૂ થયું છે.
Jammu Kashmir : બેથી ત્રણ આતંકવાદીઓ રહેણાંક મકાનની અંદર
પોલીસ અને ભારતીય સેનાના ( Indian Army ) 22 આરઆર દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કર્યા બાદ ગુરુવારે સાંજે એન્કાઉન્ટર શરૂ થયું હતું. ગુરૂવારે મોડી રાત્રે અંધારુ થવાને કારણે ગોળીબાર બંધ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે લગભગ બેથી ત્રણ આતંકવાદીઓ ( terrorists ) રહેણાંક મકાનની અંદર છે. સમાચાર લખાય છે ત્યાં સુધી સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો : Salman Khan death threat : લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી સલમાન ખાનને ધમકી આપી, મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને આવ્યો મેસેજ; પોલીસ થઇ દોડતી
Jammu Kashmir : ચૂંટણી બાદ હુમલાઓ વધ્યા
ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીરમાં ( Baramulla ) આતંકવાદી ગતિવિધિઓ વધી છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો ( security forces ) સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આ અથડામણ બુધવારે શરૂ થઈ જ્યારે સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી અંગેની બાતમીના આધારે ઉત્તર કાશ્મીર જિલ્લાના લોલાબના માર્ગી વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.