Site icon

Jammu Kashmir : બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર, આટલા આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ..

Jammu Kashmir Terrorist Attack : અહેવાલો અનુસાર સોપોરના પાણીપોરા અને સાગીપોરા વિસ્તારમાં આખી રાત ગોળીબાર થયો હતો. શુક્રવારે સવારથી સેના અને આતંકીઓ વચ્ચે ફરી એકવાર ફાયરિંગ શરૂ થયું.

Jammu Kashmir Indian Army, police launch operation in Baramulla as terrorists open fire

News Continuous Bureau | Mumbai

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરના સગીપોરા વિસ્તારમાં રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર બંધ થયા બાદ આજે સવારે એન્કાઉન્ટર ફરી શરૂ થયું છે. 

Join Our WhatsApp Community

 Jammu Kashmir :  બેથી ત્રણ આતંકવાદીઓ રહેણાંક મકાનની અંદર 

પોલીસ અને ભારતીય સેનાના ( Indian Army ) 22 આરઆર દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કર્યા બાદ ગુરુવારે સાંજે એન્કાઉન્ટર શરૂ થયું હતું. ગુરૂવારે મોડી રાત્રે અંધારુ થવાને કારણે ગોળીબાર બંધ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે લગભગ બેથી ત્રણ આતંકવાદીઓ ( terrorists ) રહેણાંક મકાનની અંદર છે. સમાચાર લખાય છે ત્યાં સુધી સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : Salman Khan death threat : લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી સલમાન ખાનને ધમકી આપી, મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને આવ્યો મેસેજ; પોલીસ થઇ દોડતી

 Jammu Kashmir : ચૂંટણી બાદ હુમલાઓ વધ્યા

ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીરમાં ( Baramulla ) આતંકવાદી ગતિવિધિઓ વધી છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો ( security forces ) સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આ અથડામણ બુધવારે શરૂ થઈ જ્યારે સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી અંગેની બાતમીના આધારે ઉત્તર કાશ્મીર જિલ્લાના લોલાબના માર્ગી વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Exit mobile version