Site icon News Continuous Bureau | Mumbai

Jammu – Kashmir: જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારમાં થયું એન્કાઉન્ટર, આટલા આતંકી ઠાર, એક જવાન ઘાયલ..

Jammu - Kashmir: જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં બે આતંકવાદીઓની હાજરી અંગેના પોલીસ ઇનપુટના આધારે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

Jammu - Kashmir: One terrorist killed as encounter in Reasi continues

Jammu - Kashmir: One terrorist killed as encounter in Reasi continues

News Continuous Bureau | Mumbai 

Jammu – Kashmir: જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના ચાસના નજીક સોમવારે (4 સપ્ટેમ્બર) સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અત્યાર સુધીમાં એક આતંકી માર્યો ગયો છે. તેમજ એક પોલીસકર્મી ઘાયલ થયો છે.

Join Our WhatsApp Channel

એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે, પોલીસને સોમવારે બે આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા. જેના આધારે આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. ચાસણાના તુલી વિસ્તારમાં ગલી સોહેબમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અને સેના ઓપરેશન ચલાવી રહી છે. એક આતંકવાદી(Terrorist)  માર્યો ગયો છે. દરમિયાન ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

પૂંછમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા

આ પહેલા જુલાઈ મહિનામાં પણ સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે પૂંછના સિંધરા વિસ્તારમાં પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સુરનકોટ બેલ્ટના સિંધરા ટોપ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેના પગલે ફાયરિંગ થયું હતું.

આ સમાચાર પણ વાંચો : G20 Summit : શી જિનપિંગ નહીં આવે ભારત, ચીને કરી પુષ્ટિ, જાણો હવે તેમના સ્થાને કોણ આવી રહ્યું છે?

ભારતીય સેના (Indian Army) ના અધિકારીઓએ કહ્યું હતું કે આર્મી સ્પેશિયલ ફોર્સ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) પોલીસના જવાનો અન્ય દળો સાથે ઓપરેશનનો ભાગ હતા. ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ સંભવતઃ વિદેશી આતંકવાદીઓ છે.

ઘૂસણખોરીનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો

આ સિવાય ઓગસ્ટ મહિનામાં પણ સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરીને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાલાકોટ સેક્ટરમાં એન્કાઉન્ટર સ્થળ પરથી એક એકે-47 રાઇફલ, બે મેગેઝીન, 30 રાઉન્ડ, બે હેન્ડ ગ્રેનેડ અને પાકિસ્તાની મૂળની કેટલીક દવાઓ મળી આવી હતી.

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version