News Continuous Bureau | Mumbai
Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના ઉરી વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરક્ષા દળોને અહીં મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ જમ્મુ–કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) નજીક પાકિસ્તાની આતંકવાદી (terrorists) ઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. હાલમાં સેના આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
આતંકવાદીઓએ કર્યો ઘૂસણખોરી કરવાનો પ્રયાસ
ભારતીય સેના (Indian Army) એ જણાવ્યું કે, ખરાબ વિઝિબિલિટી અને ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સૈનિકોએ નિયંત્રણ રેખા નજીક ઉરી (Uri) સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આતંકવાદી અને સંલગ્ન આતંકવાદી સંગઠનની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. મળતી માહિતી મુજબ, એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો આતંકવાદી નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેને નિષ્ફળ બનાવ્યો. નોંધનીય છે કે શિયાળાની ઋતુમાં હિમવર્ષા અને ઓછી વિઝિબિલિટીના કારણે આતંકવાદીઓ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે. જો કે, ભારતીય સૈનિકો આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સરહદ પર સતર્ક રહે છે અને આવી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવે છે.
આ સમાચાર પણ વાંચોઃ No-Confidence Letter Against Rishi Sunak: વડાપ્રધાન ઋષિ સુનક સામે પક્ષમાં બળવો, ટોરી સાંસદે લખ્યો ‘અવિશ્વાસ પત્ર’.. જાણો વિગતે અહીં..
ઓક્ટોબરમાં પણ આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો
ઓક્ટોબર મહિનામાં પણ સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશનમાં ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકીઓને ઠાર માર્યા બાદ સેનાએ સ્થળ પરથી 2 એકે સિરીઝની રાઈફલ, 6 પિસ્તોલ અને 4 ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે.