ભારતીય સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં ક્રેશ થયું છે.
હેલિકોપ્ટરમાં બે પાયલટ સવાર હતા. બંનેને ગંભીર ઈજા પહોંચી હતી.
પાયલટને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ એક પાયલટનું મોત થયું છે.
એવું કહેવામાં આવ્યું છે કે આર્મી હેલિકોપ્ટર ધ્રુવમાં ટેકનીકલ ખરાબી આવી હતી. જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે.
