ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 જુલાઈ 2020
જમ્મુ-કાશ્મીરમાં સેના સતત આતંકવાદીઓનો સફાયો કરી રહી છે. એવામાં આજે ફરી એકવાર આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે મુઠભેદ થઈ છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની ગોળીબારમાં ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ માર્યા ગયા છે આમાં જૈશનો ટોપ આતંકવાદી અને આઈઈડી નિષ્ણાત વાલિદ શામેલ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી અનેક હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયેલા છે અને સુરક્ષા દળોનું ઓપરેશન હજી પણ ચાલુ છે. જોકે આ એન્કાઉન્ટરમાં ત્રણ સૈનિકો પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં જૈશના ટોચના કમાન્ડર અને આઈઈડી નિષ્ણાત વાલિદ સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એમ -4 રાઇફલ, એકે -47 અને એક પિસ્તોલ મળી આવી છે. અન્ય સામગ્રી પણ મળી આવી છે.
નોંધનીય છે કે આ પહેલા ગુરુવારે સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) નજીક આતંકવાદીઓને ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સુરક્ષા દળોએ એક નહીં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com