Site icon

કોરોના મહામારી સામેની જંગમાં આવ્યો અવરોધ, આ કંપનીએ રસીનું ટ્રાયલ અટકાવ્યું.. જાણો વિગતે..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

13 ઓક્ટોબર 2020

કોરોના રસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની પ્રખ્યાત જોન્સન એન્ડ જોન્સન કંપનીને કોરોના વાયરસની વેક્સીનની ત્રીજા તબક્કાની ટ્રાયલ રોકવી પડી છે. ટ્રાયલમાં શામેલ એક વોલિયેન્ટરમાં કેટલીક અજાણી બિમારી દેખાયા બાદ ટ્રાયલ રોકવાનો નિર્ણય લેવાયો છે. કંપનીએ કહ્યું કે, ટેસ્ટમાં સામેલ દરેક વ્યક્તિની સુરક્ષા અમારી પ્રથમ જવાબદારી છે માટે અમે થોડા દિવસ માટે ટ્રાયલ અટકાવી રહ્યા છીએ.

કંપનીએ એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે. જેમાં જણાવ્યુ કે, એક વોલિયેન્ટરમાં કેટલીક અજાણી બિમારીઓ દેખતા અમને હાલ પોતાની કોવિડ-વેકસીન કેન્ડિડેટનું ક્લિનિકલ ટ્રાયલ અટકાવી દીધુ છે. જેમાં ENSEMBLE ટ્રાયલનો ત્રીજો તબક્કો શામેલ છે. આ અવરોધની તપાસ કરવા માટે એક સ્વતંત્ર દર્દી સુરક્ષા સમિતિ બનાવાઇ છે. તેની સાથે જ કંપની સ્ટડીમાં 60 હજાર લોકોને સામેલ કરવા માટે ઓનલાઇન એનરોલમેન્ટ પણ બંધ કરાયુ છે. 

કંપનીનું કહેવુ છે કે ગંભીર પ્રતિકુળ ઇવેસ્ટ સર્જાવી કોઇ પણ, ખાસ કરીને મોટી ક્લિનિકલ સ્ટડીમાં અપેક્ષિત હોય છે. તેની માર્ગદર્શિકાને પગલે ટ્રાયલ રોકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વેક્સીનનું ટ્રાયલ અમેરિકા ઉપરાંત દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટીના, બ્રાઝિલ, ચિલી, કોલંબિયા, મેક્સિકો અને પેરુમાં પણ થઇ રહ્યુ છે.  

દરમિયાન નિષ્ણાતોનું કહેવું છે કે ભલે કંપનીની વેક્સીન અન્ય કરતા પાછળ હોય પરંતુ તેના અન્ય ઘણા ફાયદા છે. આ વેક્સીનનો સૌથી મોટો ફાયદો તે છે કે તેને સબઝીરો તાપમાનમાં સ્ટોર કરવાની જરૂર નથી. આ ઉપરાંત આ રસીના બે નહીં પરંતુ ફક્ત એક ડોઝથી જ ઇમ્યુનિટી વિકસિત થઇ શકે છે. આ વેક્સીન એડેનોવાયરસમાં કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનના જિન માણસના શરીરમાં પહોંચાડે છે.

Indian Air Force: ભારતને ક્યારે મળશે 180 LCA લડાકૂ વિમાન? HAL CMDએ કર્યો ખુલાસો.
PM Modi: PM મોદીની બિહારની મહિલાઓને ભેટ, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના ની કરી શરૂઆત, જાણો તેનાથી શું થશે લાભ
Indian Air Force: અલવિદા મિગ-21: ક્યારેક બન્યું ‘ગેમચેન્જર’ તો ક્યારેક ‘ઉડતું કફન’ તરીકે થયું બદનામ… જાણો લડાકૂ વિમાનની સફરની સંપૂર્ણ કહાની.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Exit mobile version