ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
26 જુન 2020
પ્રજાના હિત માટે મળેલાં ડોનેશનને રાજીવ ગાંધી ફાઉન્ડેશન માં સગેવગે કરવાનો આરોપ સોનીયા ગાંધી પર લાગ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પુરાવા સાથે ટ્વીટ કર્યું છે કે UPA ના સમયે વડાપ્રધાન નેશનલ રિલીફ ફંડના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપવામાં આવ્યા હતા. અને ત્યારે સોનિયા ગાંધી PMNRF ના બોર્ડમાં પણ હતા અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનના અધ્યક્ષ પણ હતા અને હજી પણ છે..
ભાજપ અધ્યક્ષે કહ્યું કે દેશના લોકોએ પોતાની પરસેવાની કમાણી PMNRF માં એટલા માટે દાન કરી હતી કે જરૂર પડે જનતાની મદદ કરી શકાય. પરંતુ UPA ના સમયમાં આ દાનની રકમ ગાંધી પરિવારના ફાઉન્ડેશનમાં ડાયવર્ટ કરાવાઈ જે છેતરપિંડી જ નહી પરંતુ દેશની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે.
હવે સવાલ એ થાય છે કે કોઈ સંવેધાનીક હોદ્દો નહી હોવા છત્તા PMNRF માં સોનિયા ગાંધી કેમ ? અને સવાલ અહી એ થાય કે PMNRF ના બોર્ડમાં સોનિયા ગાંધી સામેલ થયા કેવી રીતે ?? રાજકીય પાર્ટીના પ્રમુખને વડાપ્રધાન નેશનલ રિલીફ ફંડના બોર્ડમાં સ્થાન કેવી રીતે મળ્યું?
આ પાછળ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની નીતિ જવાબદાર છે. જવાહરલાલ નહેરએ PMNRF ની રચના કરી હતી. અને તે સમયે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને PMNRF ના બોર્ડમાં સ્થાન અપાયું હતુ. આખરે શા માટે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષને જ PMNRF માં સ્થાન મળ્યુ કેમ અન્ય પાર્ટીના પ્રમુખોને PMNRF માં સ્થાન ન મળ્યુ? તેનું કારણ છે કે શરૂઆતથી જ કોંગ્રેસની નજર સરકારી ખજાના અને સત્તા પર હતી. માટે જ PMNRF માંથી નાણાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં સરળતાથી ટ્રાન્સફર થઈ ગયા. આથી જો આ વર્ષે પણ કોરોનાની રકમ આજ PMNRF મા જમા થતી હોત તો કોઈ પણ સંવેંધાનીક પદ વગર સોનિયા ગાંધી આજે પણ આમા મેમ્બર તરીકે સામેલ હોત. પરંતુ આ વર્ષે PM CARES ફંડ નામનું નવું અકાઉન્ટ ખાસ કોરોના માટે બનાવવામાં આવ્યું છે…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com