July 1 Rules Change ૧ જુલાઈથી બદલાઈ જશે આ ૫ મોટા નિયમો આધાર કાર્ડ અપડેટથી લઈને LPG ના ભાવ અને ક્રેડિટ કાર્ડ યુઝર્સ પર પડશે સીધી અસર

July 1 Rules Change UIDAI એ ઈમેલ આઈડી લિંક કરવા માટે આપી મોટી રાહત, HDFC બેંકે રેગેલિયા ગોલ્ડ કાર્ડના નિયમો કર્યા કડક; જુલાઈમાં ૧૨ દિવસ બેંકો રહેશે બંધ

by kalpana Verat
July 1 Rules Change  ૧ જુલાઈથી બદલાઈ જશે આ ૫ મોટા નિયમો આધાર કાર્ડ અપડેટથી લઈને LPG ના ભાવ અને ક્રેડિટ કાર્ડ યુઝર્સ પર પડશે સીધી અસર

News Continuous Bureau | Mumbai

July 1 Rules Change જૂન મહિનો હવે સમાપ્ત થવાને આરે છે અને થોડા દિવસોમાં જુલાઈ ૨૦૨૬ ની શરૂઆત થઈ જશે. દર મહિનાની જેમ આગામી ૧ જુલાઈથી પણ દેશમાં કેટલાક મહત્વપૂર્ણ આર્થિક અને નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે. આ ફેરફારોમાંથી કેટલાક નિયમો લોકોને આર્થિક રાહત આપશે, જ્યારે કેટલાક નિયમોથી મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ શકે છે. ચાલો જાણીએ ૧ જુલાઈથી કયા ૫ મોટા ફેરફારો અમલમાં આવી રહ્યા છે.

July 1 Rules Change – આધાર કાર્ડમાં ઈમેલ આઈડી ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા મળશે

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા એક નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવી જોગવાઈ હેઠળ, જો કોઈ નાગરિકનું ઈમેલ આઈડી તેના આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક અથવા અપડેટ થયેલું નથી, તો ૧ જુલાઈથી આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત (Free) થવા જઈ રહી છે. UIDAI દ્વારા ઈમેલ અપડેટ કરવા માટે જુલાઈથી ડિસેમ્બર ૨૦૨૬ સુધીના પૂરા ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અગાઉ આ અપડેટ માટે નાગરિકોએ ૭૫ નો સત્તાવાર ચાર્જ ચૂકવવો પડતો હતો, જે હવે માફ કરી દેવાયો છે.

July 1 Rules Change – LPG સિલિન્ડર, CNG-PNG અને ATF ના ભાવોમાં સુધારો શક્ય

મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા રાજદ્વારી તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવો સતત વધી રહ્યા છે. જૂન મહિનામાં પણ કોમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડરના ભાવમાં ૫૩.૫૦ નો વધારો ઝીંકાયો હતો, જ્યારે ૫ કિલોના નાના ગેસ સિલિન્ડરના ભાવ ૧૧ વધ્યા હતા. હાલ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૩૧૧૩.૫૦ ના સ્તરે છે. ૧ જુલાઈના રોજ પણ એલપીજી, સીએનજી (CNG), પીએનજી (PNG) અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવોની નવી સમીક્ષા કરવામાં આવશે. સરકાર પીએનજીના વપરાશ પર ભાર મૂકી રહી હોવાથી આ કિંમતો પર સૌની નજર રહેશે.

July 1 Rules Change – HDFC ક્રેડિટ કાર્ડ અને જુલાઈ મહિનામાં ૧૨ દિવસની બેંક રજાઓ

બેંકિંગ ક્ષેત્રે એચડીએફસી બેંક (HDFC Bank) પોતાના લોકપ્રિય ‘રેગેલિયા ગોલ્ડ ક્રેડિટ કાર્ડ’ (Regalia Gold Credit Card) ના લાઉન્જ એક્સેસના નિયમો બદલી રહી છે. સુધારેલી નીતિ મુજબ, ગ્રાહકોએ આગામી ક્વાર્ટરમાં (ત્રિમાસિક ગાળામાં) મફત ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જનો લાભ લેવા માટે અગાઉના ક્વાર્ટરમાં ઓછામાં ઓછા ૬૦,૦૦૦ નો ખર્ચ કરવો ફરજિયાત રહેશે. આ ઉપરાંત, જુલાઈ ૨૦૨૬ દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં રવિવાર અને બીજા-ચોથા શનિવાર સહિત કુલ ૧૨ દિવસ બેંકો બંધ રહેશે, જેમાં મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરા જેવા રાજ્યોના સ્થાનિક તહેવારોની રજાઓ પણ સામેલ છે.

👉 આ સમાચાર વાચો:
Lucknow Aliganj Fire Eyewitness ‘મોતના મુખમાંથી પાછા આવ્યા’, લખનૌ આગ દુર્ઘટનામાંથી બચેલી વિદ્યાર્થિનીનો ચોંકાવનારો ખુલાસો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More