ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 મે 2020
મહારાષ્ટ્રના પાલઘરમાં ભીડ દ્વારા બે સાધુઓને મારી નાખવાની ઘટનાનું કોકડું વધુ ગૂંચવાયું છે. સાધુઓનો કેસ લડતા વકીલના સહાયક વકીલનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ સહાયક જ્યારે ઘરથી દહાણુ કોર્ટમાં જવા નીકળ્યા હતા ત્યારે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર આ અકસ્માત થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ભાજપ અને વીએચપી દ્વારા વિપક્ષી પાર્ટી પર આરોપ લગાવવામાં આવ્યા છે અને આ ઘટના અંગે રાજ્યના પોલીસ વડા અને સરકારને જરૂરી કડક પગલા લેવાની અપીલ કરી છે.
બીજી બાજુ માર્ગ અકસ્માત કેમ અને કેવી રીતે થયો? એ અંગે આર.ટી.ઓ.ના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ કોઇ કાનૂની પગલાં લેવાશે એમ પણ જાણવા મળ્યું છે. નોંધનીય છે કે સાધુઓના મોત માટે પાલઘરની આસપાસના આદિવાસી વિસ્તારોમાં ચાલતા ધર્માંતરણ સાથે પણ જોડીને જોવાઈ રહ્યું છે..