ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે 2021
શુક્રવાર
દિલ્હીના રાજોરી ગાર્ડનથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહી ચૂકેલા જર્નેલ સિંહનું કોરોનાને કારણે નિધન થયું છે. આ એ જ જર્નેલ સિંહ છે જેમણે તત્કાલીન ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ પર જૂતું ફેંક્યું હતું. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી અને તેઓ જીતી ગયા. તેમના મૃત્યુ પર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શોક વ્યક્ત કર્યો છે. જર્નેલ સિંહે શાખવિરોધી રમખાણ પીડિતો માટે કાયદેસરની લડાઈ લડી હતી. વર્ષ ૨૦૨૦માં તેમને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.