તો શું રામ મંદિર મુદ્દે શાહરુખ ખાન મધ્યસ્થી કરવાનું હતું? જસ્ટિસ બોબડે ના રિટાયરમેન્ટ ના છેલ્લા દિવસે થયો મોટો ખુલાસો…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ, 24 એપ્રિલ 2021.
શનિવાર 
            સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસએ બોબડેનો મુખ્ય ન્યાયાધીશ તરીકે શુક્રવારે અંતિમ દિવસ હતો. સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશને તેમને વર્ચ્યુઅલ સમારોહમાં વિદાય આપી હતી.જસ્ટિસ બોબડેના રિટાયરમેન્ટના દિવસે એક ખૂબ જ દિલચસ્પ ખુલાસો પણ થયો છે.


        સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશનના અધ્યક્ષના જણાવ્યા અનુસાર અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાનવિશેષ પીઠના સદસ્ય જસ્ટિસ બોબડેના મધ્યસ્થતાના પ્રયત્નોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ અયોધ્યા વિવાદ મામલે શાહરૂખ ખાન દ્વારા મધ્યસ્થી કરાવવા માંગતા હતા. આ સંવેદનશીલ મુદ્દાના ઉકેલ માટે સમિતિના સભ્યોના નામ માંગવામાં આવ્યા હતા અને બાદમાં સમિતિ પણ બનાવાઈ હતી. તે સમયે જસ્ટિસ બોબડેએ શું શાહરૂખ ખાન મધ્યસ્થતા સમિતિમાં સામેલ થવા તૈયાર થશે તેવો સવાલ કર્યો હતો. કારણ કે, જસ્ટિસ બોબડે આ વિવાદનો એવો સર્વમાન્ય ઉકેલ ઈચ્છતા હતા જેમાં કોઈને કોઈ જાતની આપત્તિ ન હોય. જોકે તે સંદર્ભે શાહરૂખ ખાન સાથે વાત પણ કરી હતી અને તેઓ આ માટે ઉત્સાહપૂર્વક તૈયાર પણ થઈ ગયા હતા પરંતુ પછી વાત આગળ નહોતી વધી.

બેસ્ટની નવી એરકન્ડીશન મિની બસ હવે બની ગઈ હરતી ફરતી રેસ્ટોરન્ટ. રોજ પાંચ હજાર લોકોને ખાવાનું પૂરું પાડે છે.
      ઉલ્લેખનીય છે કે,જસ્ટિસ એસએ બોબડેએ પોતાના આશરે 17 મહિનાના કાર્યકાળના અંતિમ દિવસે કોર્ટ રૂમમાંથી વિદાય લેતા પહેલા પોતે પોતાના કાર્યકાળમાં 'બેસ્ટ' આપ્યું છે તેમ જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બોબડેની પ્રશંસા કરતા કહ્યું કે, જ્યારે ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ ભારતમાં ફેલાવા લાગ્યું ત્યારે તેમણે ફિઝિકલ સુનાવણીને વર્ચ્યુઅલ સુનાવણીમાં ફેરવી દીધી હતી. જોકે બોબડે પહેલા એવા ન્યાયાધીશ છે જેમને વર્ચ્યુઅલ સમારોહમાં વિદાય આપવામાં આવી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More