News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટના(Supreme Court) જસ્ટિસ યૂ.યૂ. લલિતે(Justice U.U. Lalit) શુક્રવારે તેમની પાસે રહેલી સુનાવણી નક્કી કરેલા સમયથી એક કલાક પહેલા ચાલુ કરી દીધી હતી. તેથી તેમના વખાણ થઈ રહ્યા છે ત્યારે આ બાબતે તેઓએ કોર્ટમાં કહ્યું હતું કે જો નાના નાના બાળકો સવારના સાત વાગે સ્કૂલમાં(School) જઈ શકે છે તે જજ અને વકીલ નવ વાગે કામની શરૂઆત કેમ ના કરી શકે?
સુપ્રીમ કોર્ટમાં કામકાજની શરૂઆત(Commencement of work) સવારના સાડા દસ વાગે થયા છે. સવારના 10.30 વાગ્યાથી ચાર વાગ્યા સુધી કોર્ટમાં સુનાવણી ચાલે છે, તેમાં બપોરના એકથી બે વાગ્યા સુધી લંચ બ્રેક હોય છે. ત્યારે હંમેશા સાડા દસ વાગે ચાલુ થતી કોર્ટમાં શુક્રવારે જોકે જસ્ટિસ યૂ.યૂ.લલિતે સાડા નવ વાગે જ સુનાવણી ચાલુ કરી દીધી હતી. આ ખંડપીઠમાં જસ્ટિસ એસ.રવિન્દ્ર ભટ્ટ(Justice S. Ravindra Bhatt) અને જસ્ટિસ સુધાંશુ ધુલિયા(Justice Sudhanshu Dhulia) પણ હતા.
આ સમાચાર પણ વાંચો : સોમવારથી શરૂ થશે શિયાળુ સત્ર- મોદી સરકાર સંસદમાં આટલા બિલ રજૂ કરશે- સ્પીકરે આજે સાંજે મહત્વની બેઠક બોલાવી
જસ્ટિસ લલિતના આ નિર્ણયની સુનાવણી માટે હાજર રહેલા દેશના ભૂતપૂર્વ એટોર્ની જનરલ(Former Attorney General) અને પ્રસિદ્ધ વકીલ મુકુલ રોહતગીએ(lawyer Mukul Rohatgi) ભારોભાર વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે કોર્ટનું કામકાજ ચાલુ કરવાનો આ યોગ્ય સમય છે. તેના પર જવાબ આવતા જસ્ટિસ લલિતે કહ્યું હતું કે કોર્ટનું કામકાજ હકીકતમા નવ વાગે જ ચાલુ કરી દેવું જોઈએ. જો સ્કૂલના બાળકો(School kids) સવારના સાત વાગે સ્કૂલ માં જઈ શકે છે તો આપણે નવ વાગે કામ કેમ ચાલુ ના કરી શકીએ.