News Continuous Bureau | Mumbai
KAPP-3 : ભારતીય વિજ્ઞાનીઓ(scientisit) અને ઇજનેરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું આ પ્રથમ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) એકમ અદ્યતન સલામતી વિશેષતાઓ ધરાવે છે, જે વિશ્વના શ્રેષ્ઠ એકમો સાથે સરખાવી શકાય તેવી છે. ભારતીય એન્જિનીયર્સ(engineers) અને વૈજ્ઞાનિકો દ્વારા રિએક્ટરની ડિઝાઇન(reactor design), નિર્માણ, કામગીરી અને કામગીરી તથા ઉપકરણનો પુરવઠો પૂરો પાડવા અને ભારતીય ઉદ્યોગો દ્વારા કાર્યોના અમલીકરણ સાથે આ “આત્મ નિર્ભર ભારત”(Make In India) ની ગૌરવશાળી ભાવનાનું એક ઉજ્જવળ ઉદાહરણ છે.
તે ૧૬ સ્વદેશી ૭૦૦ એમડબ્લ્યુઇ પીએચડબ્લ્યુઆરની શ્રેણીમાં અગ્રણી છે જે અમલીકરણના વિવિધ તબક્કે છે.
આ યુનિટે 30 જૂન, 2023થી કોમર્શિયલ કામગીરી શરૂ કરી હતી. તેનું ટ્વીન યુનિટ કેએપીપી-4 શરૂ થવાના એડવાન્સ સ્ટેજ પર છે.
આ સમાચાર પણ વાંચો : Naresh Goyal : જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ED દ્વારા ધરપકડ, રૂ. 538 કરોડની છેતરપિંડીનો છે આરોપ.. જાણો સંપુર્ણ મામલો વિગતે….
એનપીસીઆઈએલ અત્યારે 7480 મેગાવોટની કુલ ક્ષમતા સાથે 23 રિએક્ટરનું સંચાલન કરે છે. આ ઉપરાંત સ્વદેશી 700 એમડબલ્યુઇ પીએચડબલ્યુઆર ટેકનોલોજીના 15 રિએક્ટર્સ અમલીકરણના વિવિધ તબક્કામાં છે. રશિયાના સહયોગ સાથે કુડાનકુલમ ખાતે લાઇટ વોટર રિએક્ટર (એલડબલ્યુઆર) ટેકનોલોજીના 4 રિએક્ટર્સનું પણ નિર્માણ ચાલી રહ્યું છે, જે પ્રત્યેક 1000 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. આ રિએક્ટર્સ વર્ષ 2031-32 સુધીમાં ઉત્તરોત્તર પૂર્ણ થવાની અપેક્ષા છે, જે સ્થાપિત પરમાણુ ઊર્જા ક્ષમતાને અત્યારે 7480 મેગાવોટથી વધારીને 22480 મેગાવોટ પર લઈ જશે.
ન્યુક્લિયર પાવર એ બેઝ લોડ વીજ ઉત્પાદનનો સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ સ્રોત છે જે ૨૪*૭ ઉપલબ્ધ છે. દેશમાં પરમાણુ ઊર્જા મથકોએ અત્યાર સુધીમાં લગભગ 833 અબજ યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કર્યું છે, જેણે લગભગ 716 મિલિયન ટન કાર્બન-ડાય-ઓક્સાઇડ સમકક્ષ ઉત્સર્જનની બચત કરી છે. પરમાણુ શક્તિ ૨૦૭૦ સુધીમાં નેટ શૂન્યના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.