News Continuous Bureau | Mumbai
Kanpur: ઉત્તર પ્રદેશ ( Uttar Pradesh) ના કાનપુર ( Kanpur ) માં ગણેશ શંકર વિદ્યાર્થી મેડિકલ કોલેજની ( Ganesh Shankar Vidyarthi Medical College ) ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં લાલા લજપત રાય હોસ્પિટલમાં ( Lala Lajpat Rai Hospital ) એક ડૉક્ટરે દાવો કર્યો હતો કે ચેપગ્રસ્ત લોહી ( infected blood ) ચઢાવ્યા બાદ 14 બાળકો હેપેટાઇટિસ B અને C સાથે HIV પોઝીટીવ ( HIV positive ) હોવાનું જાણવા મળ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે થેલેસેમિયા ( Thalassemia ) વિભાગે 180 દર્દીઓની તપાસ કરી હતી. જેમાં 14 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ઉચ્ચ અધિકારીએ આ રિપોર્ટને ફગાવી દીધો છે. અધિકારીએ જણાવ્યું હતું કે અફવાઓ ફેલાવવાના આરોપમાં ડોક્ટર વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
उप्र में संक्रमित ख़ून चढ़ाने से 14 बच्चों को HIV और हेपेटाइटिस का संक्रमण होना बेहद गंभीर बात है। इस लापरवाही की तत्काल जाँच हो और इस तरह की घातक गलती की सख़्त से सख़्त सज़ा दी जाए।
उप्र में चिकित्सा व्यवस्था देखनेवाला कोई नहीं है।
— Akhilesh Yadav (@yadavakhilesh) October 25, 2023
રિપોર્ટ અનુસાર, ભયંકર રોગથી પીડિત આ બાળકોને અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં બ્લડ ચડાવવામાં આવ્યું હતું. જેના કારણે તેમના શરીરમાં આ જીવલેણ રોગ ફેલાઈ ગયો. જોકે, મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સંજય કાલાએ તેને માત્ર અફવા ગણાવી છે. ડૉ. કલાએ જણાવ્યું હતું કે, “2019થી અત્યાર સુધી HIV, HCV, HBsAg થેલેસેમિયાથી સંક્રમિત કોઈ દર્દી જોવા મળ્યો નથી.”
પ્રિન્સિપાલ ડો.સંજય કલાએ વિગતે વાત કરતા જણાવ્યું હતું કે, “2014માં અહીં એક દર્દી અને 2019માં એક દર્દી પોઝિટિવ જોવા મળ્યો હતો. આ સિવાય 2016માં હેપેટાઇટિસ બીના બે દર્દીઓ સ્ક્રીનિંગમાં પોઝિટિવ મળ્યા હતા. 2014માં 2 દર્દીઓમાં હેપેટાઇટિસ સીની પુષ્ટિ થઈ હતી. આ પછી 2016 માં 2 દર્દીઓ અને 2019માં એક દર્દી પોઝિટિવ જોવા મળ્યો હતો.
डबल इंजन सरकार ने हमारी स्वास्थ्य व्यवस्था को डबल बीमार कर दिया है।
यूपी के कानपुर में एक सरकारी अस्पताल में थैलीसीमिया के 14 बच्चों को संक्रमित खून चढ़ा दिया गया, जिससे इन बच्चों को HIV AIDS और हेपेटाइटिस B, C जैसी चिंताजनक बीमारियाँ हो गई हैं।
ये गंभीर लापरवाही शर्मनाक है।…
— Mallikarjun Kharge (@kharge) October 25, 2023
થેલેસેમિયાથી પીડિત દર્દીઓની તપાસ દર 3 થી 4 મહિનામાં કરવામાં આવે છે….
જોકે, વિવાદ વકરતાં ડૉ.અરુણ કુમાર આર્યએ વીડિયો સંદેશમાં સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે થેલેસેમિયાથી પીડિત દર્દીઓની તપાસ દર 3 થી 4 મહિનામાં કરવામાં આવે છે. સ્ક્રીનીંગમાં એ જોવામાં આવે છે કે તે દર્દીઓમાં કેટલો સુધારો થઈ રહ્યો છે અથવા અન્ય કોઈ રોગ તેમના પર હુમલો કરી રહ્યો છે કે કેમ. આ સ્ક્રિનિંગમાં જ 14 લોકો સંક્રમિત જોવા મળ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ED Raid In Rajasthan: રાજસ્થાનમાં EDની ઝડપી કાર્યવાહી…રાજસ્થાન CM અશોક ગહેલોતના પુત્ર વૈભવને આ કેસ હેઠળ EDનું સમન્સ.. જાણો શું છે આ મામલો… વાંચો વિગતે અહીં..
અહેવાલ બાદ વિપક્ષી નેતાઓએ યોગી આદિત્યનાથ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ યુપીના શાસક પક્ષ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “ડબલ એન્જિન સરકારે સ્વાસ્થ્ય માળખાને ‘બમણું બીમાર’ બનાવી દીધું છે.”
આ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મામલે યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. જોકે, આ મામલે પ્રિન્સિપાલ ડો.સંજય કલાએ જણાવ્યું હતું કે ખોટા નિવેદનો કરવા બદલ બાળરોગ વિભાગના વડા ડો.અરૂણ કુમાર આર્ય સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.