Site icon

Kargil Vijay Diwas 2023: શહાદત અને શૌર્યના 24 વર્ષ, માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો આજનો ઇતિહાસ..

Kargil Vijay Diwas 2023: કારગિલ વિજય દિવસ એ એક સ્મારક ઉત્સવ છે જે દર વર્ષે 26 જુલાઈએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સૈનિકોના બલિદાનને યાદ કરવામાં આવે છે અને રાષ્ટ્ર માટે તેમના યોગદાનને સ્વીકારવામાં આવે છે.

Kargil Vijay Diwas 2023: Commemorating 24 Years Of India's Triumph over Adversity

Kargil Vijay Diwas 2023: Commemorating 24 Years Of India's Triumph over Adversity

News Continuous Bureau | Mumbai

Kargil Vijay Diwas 2023: ભારત(India) અને પાકિસ્તાન(Pakistan) વચ્ચે વિભાજન બાદથી સરહદી સંઘર્ષ(Border war) ચાલી રહ્યો છે. એલઓસી પર દરરોજ ગોળીબાર થાય છે. બંને દેશોની સેના કાશ્મીર(Kashmir) માટે લડતી રહે છે. આ સંઘર્ષ આજનો નથી, આ પહેલા પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ ચૂક્યું છે.

Join Our WhatsApp Community

1999ના કારગિલ યુદ્ધમાં ભારત અને પાકિસ્તાન એકબીજાની સામે હતા અને ભારતીય બહાદુર સૈનિકો(Indian army) એ કારગીલના ઉચ્ચ શિખરોને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. આ યુદ્ધમાં ઘણા સૈનિકો શહીદ થયા હતા પરંતુ કારગિલ યુદ્ધ(Kargil war)માં ભારતને જીત અપાવી હતી. ભારતની શાનદાર જીત અને ભારતીય સૈનિકોની શહાદત ઈતિહાસ(history)ના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ. કારગિલની જીત અને શહીદોના બલિદાનની યાદમાં દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Vande Bharat : વંદે ભારતમાં જલ્દી જ ઊંઘતા-ઊંઘતા મુસાફરી કરી શકાશે, સ્લીપર ટ્રેન માટે સરકારે કરી મોટી જાહેરાત

1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું

ભાગલા પછી બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો. પરિણામે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું. જો કે આ પછી પણ બંને દેશો વચ્ચે સશસ્ત્ર યુદ્ધો થયા હતા. ભારત અને પાકિસ્તાને ફેબ્રુઆરી 1999માં કાશ્મીર પર ચાલી રહેલા વિવાદને ઘટાડવા માટે શાંતિપૂર્ણ ઉકેલનું વચન આપતા હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ અંકુશ રેખા પાર ભારતીય વિસ્તારમાં પાકિસ્તાની ઘૂસણખોરી ચાલુ રહી.

કારગિલ યુદ્ધનો ઇતિહાસ

1999માં ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે સરહદ વિવાદને કારણે કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. પાકિસ્તાની સેનાએ ભારતીય ક્ષેત્રમાં કારગીલના ઊંચા શિખરો કબજે કર્યા, જેના જવાબમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ હાથ ધર્યું.

60 દિવસનું કારગિલ યુદ્ધ

ભારતના બહાદુર સૈનિકોએ પાકિસ્તાની ઘૂસણખોરોનો પીછો કરીને ટાઈગર હિલ અને અન્ય ચોકીઓ પર કબજો કર્યો. લદ્દાખના કારગીલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ 60 દિવસથી વધુ ચાલ્યું. આ યુદ્ધમાં 2 લાખ ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો.

ભારતીય સેનાની કારગીલ બહાદુરી

સેનાના મિશનને સફળ બનાવવા માટે ઘણા બહાદુર પુત્રોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું, જેમાંથી એક કેપ્ટન વિક્રમ બત્રા છે. 26 જુલાઇ 1999ના રોજ ભારતીય સેનાએ યુદ્ધમાં વિજય જાહેર કર્યો હતો. કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના 527 જવાનોની શહાદતની સાથે પાકિસ્તાનના 357 જવાનોએ પણ જીવ ગુમાવ્યો હતો.

Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version