News Continuous Bureau | Mumbai
Karnataka Assembly Election 2023: કર્ણાટકમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. પોસ્ટલ બેલેટની મતગણતરી હજુ ચાલુ છે. પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ આગળ છે. જ્યારે બીજેપી બીજા અને જેડીએસ ત્રીજા નંબરે છે. સત્તાધારી ભાજપે ફરી એકવાર સત્તામાં આવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા છે, ત્યારે કોંગ્રેસ ભાજપને સત્તા પરથી હટાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
કોણ કેટલી સીટ આગળ ?
પ્રારંભિક વલણોમાં કર્ણાટકમાં કોંગ્રેસ 93 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ પાછળ જઈ રહ્યું છે. પાર્ટી હવે 73 સીટો પર આગળ છે. જ્યારે જેડીએસ 12 સીટ પર અને અપક્ષ 5 સીટ પર આગળ છે.
આ સમાચાર પણ વાંચો: બોરીવલીના ગોરાઈ રોડને આખરે મોકળાશ મળી, તમામ ઝુપડા તોડી પડાયા. જુઓ વિડિયો
ઉલ્લેખનીય છે કે 10 મેના રોજ કર્ણાટકમાં 224 સીટો પર મતદાન થયું હતું. જેમાં રેકોર્ડબ્રેક 73.19 ટકા મતદાન થયું હતું. ત્યારે આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઇ રહ્યું છે. ત્યારે આજે લગભગ 2,615 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.