ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે, ૨૦૨૧
શનિવાર
આવામી ઍક્શન કમિટીના ભૂતપૂર્વ ચૅરમૅન મિરવાઇઝ ફારૂક એહમદ તેમ જ પીપલ્સ કૉન્ફરન્સના સ્થાપક ચૅરમૅન અબ્દુલ ગની લોનની વરસી પર પહેલી વાર કાશ્મીરમાં કોઈ કાર્યક્રમ નથી થઈ રહ્યો. આખા કાશ્મીરમાં અત્યારે શાંતિ પ્રવર્તી રહી છે. અલગાવવાદી સંગઠનો દ્વારા કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. ગત વર્ષ સુધી દર વર્ષે મૃત્યુની વરસી સમયે બ્લડ ડોનેશન કૅમ્પથી માંડીને રસ્તા પર હંગામો અને પથરાવ થતા હતા. હવે આ તમામ વસ્તુ નથી થઈ. તમામ નેતાઓને ડર છે કે તેમણે જરા પણ ચૂં કે ચા કરી છે તો તેમને જેલમાં ધકેલી દેવામાં આવશે અને તેઓ બહાર નહીં આવી શકે.
