News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ કેદારનાથ અને બદ્રીનાથ ધામ માટે ભક્તોની ભીડ સતત બાબાના દરબાર પર પહોંચી રહી છે. વરસાદ, હિમવર્ષા અને ઠંડી લોકોને રોકી શકી નથી. લોકોની આસ્થા આ બધી બાબતો પર ભારે પડી રહી છે. ચારધામ માં યાત્રીઓએ અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં તેઓ બાબાના દરબારમાં પહોંચી રહ્યા છે. સતત ચારધામ માં પહોંચી રહેલા શ્રદ્ધાળુઓએ હેલ્થ ઇશ્યૂના કારણે જીવ પણ ગુમાવવા પડ્યા છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ અત્યાર સુધી ચારધામ યાત્રા રૂટ પર 21 શ્રદ્ધાળુઓ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. તેમાં કેદારનાથમાં આઠ યાત્રી, યમુનોત્રીમાં છ, ગંગોત્રીમાં ચાર, બદરીનાથમાં ત્રણ યાત્રીઓએ જીવ ગુમાવવા પડ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે વિભાગે 80,000 યાત્રીઓનું સ્ક્રીનિંગ કર્યું છે અને 55થી વધુ ઉંમરના તમામ લોકોનું સ્ક્રિનિંગ થઇ રહ્યુ છે. સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓનું માનવું છે કે આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ છે. ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ અલગ અલગ કારણોસર જીવ ગુમાવવો પડ્યો છે.
આ સમાચાર પણ વાંચો :શું તમારી પાસે છે આ 4-વ્હીલર, તો થઈ જાવ સાવધાન! 2027 સુધીમાં તેના પર લાગી શકે છે પ્રતિબંધ! જાણો શું છે કારણ…