દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 18 વર્ષથી વધારે ઉંમર ધરાવતા તમામ નાગરિકોને મફતમાં વેક્સિન આપવાની જાહેરાત કરી છે
આ કામ માટે રાજ્ય સરકારે 1 કરોડ 30 લાખ નો ઓર્ડર આપ્યો છે.
જોકે આ પ્રસંગે પણ તેઓ રાજકારણ છોડી શક્યા ન હતા. તેમણે કહ્યું કે ઉત્પાદકો જો 150 રૂપિયા માં કેન્દ્ર સરકારને વેક્સિન આપી શકતા હોય અને તેમાં પણ નફો થતો હોય તો તેમણે રાજ્ય સરકારને સસ્તા ભાવે વેક્સિન આપવી જોઈએ.
