ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુલાઈ 2020
પૂર્વ આફ્રિકા દેશ કેન્યામાં શાળાનું શૈક્ષણિક વર્ષ જાન્યુઆરી થી નવેમ્બરનું ગણાય છે પરંતુ કોરોના જેવી મહામારી અને લોકડાઉન ને પગલે ચાલુ વર્ષએ આખેઆખું શૈક્ષણિક વર્ષ જ રદબાતલ જાહેર કરાયું છે.. પ્રાથમિક અને સેકન્ડરી શાળાઓના વિદ્યાર્થીઓને હવે જાન્યુઆરી 2021માં ફરીથી વર્ગમાં બેસવા જણાવ્યું છે. આ અંગે માહિતી આપતા કેન્યાના શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં કોરોનાવાયરસ શમી જવાની આશા સેવાય છે, પરંતુ ત્યાં સુધી કોઈ પરીક્ષા લઈ શકાય એવા સંજોગો નથી. જેને કારણે 2020 નું શૈક્ષણિક વર્ષ જ રદ કરવાનો નિર્ણય કેન્યાની સરકારે લીધો છે. જેથી કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે કોઈ પ્રશ્નો ઊભાં ન થાય.. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં કેન્યામાં શાળાઓ આવનારા સપ્ટેમ્બરમાં શરૂ કરવાની ચર્ચા થઈ રહી હતી. પરંતુ, દિનબદિન કોરોના ના કેસ વધવાને કારણે આ યોજનાને પડતી મૂકવી પડી છે.. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં કોરોનાને મહામારી જાહેર કરાઈ ત્યારથી લઈને આજ સુધી સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લઇ વિશ્વભરમાં ક્યાં તો પરીક્ષા મુલતવી રાખવી પડી છે અથવા તો કેન્સલ કરીને વર્ષ આગળ વધાર્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com