ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર
ઓમિક્રોન દિવસેને દિવસે ભારતમાં ચિંતા વધારી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હવે કેરળમાં પણ ઓમીક્રોનનો એક કેસ મળી આવ્યો છે.
દર્દી કેરળનો વતની હતો જે તાજેતરમાં યુનાઇટેડ કિંગડમથી કોચિન પરત આવ્યો હતો.
જો કે, ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.
હાલ તંત્ર દ્વારા અગમચેતીના પગલા રૂપે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે અને તેની સાર સંભાળ રાખવામાં આવી રહી છે.
ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 38 કેસ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેરળ પહેલા મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, કર્ણાટક, આંધ્રપ્રદેશ,ચંદીગઢમાં ઓમિક્રોનના કેસ નોંધાઈ ચુક્યા છે.
ઓમિક્રોન સામે લડવા માટે આ દેશનો મોટો નિર્ણય, આજથી શરૂ થશે વેક્સિન બુસ્ટર ડોઝનું બુકિંગ; જાણો વિગતે
