News Continuous Bureau | Mumbai
Kerala Solidarity Program: કેરળ ( Kerala ) ના મલપ્પુરમમાં પેલેસ્ટાઈન (Palestine) ના સમર્થનમાં એક રેલી ( Rally ) કાઢવામાં આવી હતી. જેમાં હમાસ ( Hamas ) ના નેતા ખાલિદ મશેલે ( khaled mashal ) વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. રેલીમાં હમાસ નેતાના સંબોધનથી ખળભળાટ મચી ગયો છે. ભાજપે (BJP) આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હમાસના નેતા ખાલેદ મશેલે શુક્રવારે મલપ્પુરમમાં સોલિડેરિટી ( Solidarity Program ) યુથ મૂવમેન્ટ દ્વારા આયોજિત યુવા પ્રતિકાર રેલીમાં ( youth resistance rally ) વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.
Hamas leader Khaled Mashel’s virtual address at the Solidarity event in Malappuram is alarming. Where’s @pinarayivijayan‘s Kerala Police ? Under the guise of ‘Save Palestine,’ they’re glorifying Hamas, a terrorist organization, and its leaders as ‘warriors.’ This is… pic.twitter.com/51tWi88wTb
— K Surendran (@surendranbjp) October 27, 2023
સોલિડેરિટી યુથ મૂવમેન્ટ ( Solidarity Youth Movement ) એ ‘જમાત-એ-ઈસ્લામી’ ( Jamaat-e-Islami ) ની યુવા વીંગ છે જેણે મલપ્પુરમમાં આ રેલીનું આયોજન કર્યું હતું. તેનું સૂત્ર છે “બુલડોઝર હિન્દુત્વ અને રંગભેદ ઝિઓનિઝમને જડમૂળથી ઉખેડી નાખો”. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને હમાસ નેતાની વર્ચ્યુઅલ હાજરી પર પ્રતિક્રિયા આપી છે અને કાર્યવાહીની માંગ કરી છે.
બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને કહ્યું, ‘કેરળના મલપ્પુરમમાં એકતા કાર્યક્રમમાં હમાસ નેતા ખાલિદ મશેલનું વર્ચ્યુઅલ સંબોધન ચિંતાજનક છે. કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયન આ સમયે ક્યાં છે? ‘સેવ પેલેસ્ટાઈન (Save Palestine)’ની આડમાં, તેઓ આતંકવાદી સંગઠન હમાસ અને તેના નેતાઓને ‘યોદ્ધાઓ’ તરીકે સન્માન આપી રહ્યા છે… આ અસ્વીકાર્ય છે!’
કોઝિકોડમાં પણ ગાઝાના સમર્થનમાં રેલી…
નોંધનીય છે કે કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ના મુખ્ય સહયોગી IUMLએ પણ ગાઝામાં મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોની કથિત હત્યાની નિંદા કરતા ગુરુવારે ઉત્તર કોઝિકોડમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. હજારો IUML સમર્થકોએ પેલેસ્ટાઇન સોલિડેરિટી હ્યુમન રાઇટ્સ રેલીમાં ભાગ લીધો હતો, જેનું ઉદ્ઘાટન IUML નેતા પનાક્કડ સૈયદ સાદિક અલી શિહાબ થંગલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Mumbai Mega Block: રવિવારે શું બહાર જવાનું આયોજન છે? તો જાણો ક્યાં અને કેટલો સમય રહેેશે મેગાબ્લોક.. વાંચો વિગતે અહીં…
આ રેલીમાં જ કોંગ્રેસના નેતા શશિ થરૂરે (Shashi Tharoor) 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર થયેલા હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. આ પછી થરૂરની ઘણી ટીકા થઈ હતી. ત્યાર બાદ કેરળમાં મુસ્લિમ સમુદાયો માટે કામ કરતી સંસ્થા ‘મહલ એમ્પાવરમેન્ટ મિશન’ (MEM)એ શુક્રવારે અહીં 30 ઓક્ટોબરે યોજાનાર પેલેસ્ટાઈન એકતા કાર્યક્રમમાંથી શશિ થરૂરને હટાવવાનો નિર્ણય કર્યો હતો.
7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હવા, પાણી અને જમીનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સેંકડો ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા જ્યારે હમાસના લડવૈયાઓએ 200થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારથી ગાઝા પટ્ટી પર ઈઝરાયલ દ્વારા સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, પેલેસ્ટાઇનમાં હમાસના લડવૈયાઓ પણ ચૂપ રહ્યા નથી. તેઓ હજુ પણ ત્રણ મોરચે ઈઝરાયલ પર હુમલો કરી રહ્યા છે.
લેબનોન, સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઇજિપ્તને અડીને આવેલા દક્ષિણ ગાઝામાંથી રોકેટ અને મિસાઇલો છોડવામાં આવી રહી છે. આ હુમલા બાદ ઈઝરાયલે પણ હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 7000 થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આમાંથી 3000 બાળકો છે. યુદ્ધના કારણે લાખો લોકોએ ગાઝા છોડી દીધું છે.