Site icon News Continuous Bureau | Mumbai

હુંડાઈ બાદ બીજી કંપનીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુઃ ભારત વિરોધી પોસ્ટર લગાવ્યા, ભારે વિરોધ બાદ માગી ભારતની માફી, કહ્યું અમે ભારત સાથે. જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022    

Join Our WhatsApp Channel

મંગળવાર.

ભારતમાં વ્યવસાય કરી કરોડ રૂપિયા તિજોરીમાં ભરનારી આંતરરાષ્ટ્રીય કંપનીને ભારત વિરોધી ઝેર ઓક્યા બાદ જાગેલા વિરોધને પગલે માફી માગવી પડી છે. ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QRS) ચેન KFC એ સોમવારે સોશિયલ મીડિયા પર કાશ્મીર સંબંધિત પોસ્ટ્સ પર જાહેર આક્રોશ જાગ્યા બાદ  માફી માંગી છે.

સોશિયલ મીડિયા પર કંપનીની પાકિસ્તાન સ્થિત ફ્રેન્ચાઈઝીની પોસ્ટ્સે કાશ્મીરના અલગતાવાદીઓને સમર્થન આપ્યું છે. ટ્વિટર પર કેએફસી ઈન્ડિયાના સત્તાવાર એકાઉન્ટમાંથી બહાર પાડવામાં આવેલ એક સંદેશમાં લખ્યું છે કે, “દેશની બહારથી કેએફસીના કેટલાક સોશિયલ મીડિયા પર પ્રકાશિત કરવામાં આવેલી પોસ્ટ માટે અમે દિલથી દિલગીર છીએ. અમે ભારતનું સન્માન કરીએ છીએ અને તમામ ભારતીયોની ગર્વ સાથે સેવા કરવાના અમારા સંકલ્પ માટે પ્રતિબદ્ધ છીએ.

અન્ય ક્યુએસઆર ચેઈન પિઝા હટએ પણ એક નિવેદન જારી કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તે સોશિયલ મીડિયા પર ફરતી પોસ્ટ સાથે સહમત નથી અને તેને સમર્થન પણ આપતી નથી. કેએફસીના એકાઉન્ટમાંથી સોશિયલ મીડિયા પર એક મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં કાશ્મીરના અલગતાવાદીઓને સમર્થન આપવામાં આવ્યું હતું. 

સારા સમાચારઃ ભારતને કોરોના સામે મળ્યું નવું શસ્ત્ર, ફકત એક ડોઝ કરશે કોરોનાનો ખાતમો

પોસ્ટમાં લખ્યું હતું કે ‘કાશ્મીર કાશ્મીરીઓનું છે. કેએફસી એ યુએસ સ્થિત કંપની યમ ની પેટાકંપની છે. યમ પિઝા હટ અને ટેકો બેલ જેવી QSR બ્રાન્ડની પણ માલિકી ધરાવે છે. KFC એ જૂન 1995માં બેંગ્લોરમાં રેસ્ટોરન્ટ ખોલીને સત્તાવાર રીતે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો. તે હવે તેના ફ્રેન્ચાઇઝી ભાગીદારો દ્વારા ભારતમાં 450 થી વધુ રેસ્ટોરન્ટ ચલાવે છે.
KFCની પોસ્ટ  જેણે ભારતમાં  આટલો હંગામો મચાવી રહી છે, તે  પાકિસ્તાનમાં કાશ્મીર એકતા દિવસ પર મૂકવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ કાશ્મીર એકતા દિવસ પર, અમે તેમના આઝાદીના અધિકાર માટે સાથે છીએ.
અગાઉ રવિવારે હ્યુન્ડાઇ મોટર્સને પણ આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે પાકિસ્તાની ડીલરે સોશિયલ મીડિયા પર કાશ્મીરી અલગતાવાદીઓને સમર્થન કરતી એક પોસ્ટ કરી હતી. ‘કાશ્મીર એકતા દિવસ’ના સમર્થનમાં હ્યુન્ડાઈ ડીલરના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયેલા સંદેશમાં તેમના સંઘર્ષને ‘સ્વતંત્રતા સંગ્રામ’ કહેવામાં આવ્યું છે.

 આ પોસ્ટ પછી, હેશટેગ ‘બોયકોટ હ્યુન્ડાઈ’ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો અને ઘણા લોકોએ હ્યુન્ડાઈ પ્રોડક્ટ્સ ન ખરીદવાની અપીલ કરવાનું શરૂ કર્યું.આ પછી, હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર એક સંદેશ જારી કરીને સ્પષ્ટ કર્યું કે તે ભારતીય બજાર માટે પ્રતિબદ્ધ છે.

Supreme Court On Rahul Gandhi Plea સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ VVIP કલ્ચર કોર્ટમાં નહીં ચાલે, રાહુલ ગાંધી સામાન્ય નાગરિકની જેમ જ લાઈનમાં આવે
Supreme Court Slams Magistrate સીજેઆઈ સામે અવાજ ઉઠાવતાં જ નોટિસ? સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના જજને લીધા આડેહાથ, કારણદર્શક નોટિસ રદ કરવા તજવીજ
BJP Tridev Strategy હારેલી બાજી જીતવા ભાજપે ઉતારી સ્પેશિયલ ત્રિપુટી તાવડે, સંતોષ અને નવીનના ખભા પર નબળી બેઠકો જીતવાની મોટી જવાબદારી
Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
Exit mobile version