News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર સંસદમાં હોબાળો થયો છે. મંગળવારે હંગામાને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરવી પડી હતી. શાસક પક્ષ અને વિપક્ષ બંને સામસામે છે. આ દરમિયાન રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ‘નાટુ નાટુ” ગીતને ઓસ્કાર મળવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોણો માર્યો હતો, જેના પછી ગૃહમાં ભારે હાસ્ય રેલાયું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ અને ફિલ્મ ‘RRR’ના પ્રખ્યાત ગીત ‘નાટુ નાટુ’ને ઓસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે સરકારને વિનંતી છે કે તેનો શ્રેય ન લે.
Oscar winning ‘RRR’ and The Elephant Whisperes’ are India’s contributions to the world.
We request Modi ji not to take the credit for their win.
:Congress President and LoP in Rajya Sabha Shri @kharge pic.twitter.com/43loVpofCF
— Congress (@INCIndia) March 14, 2023
મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું, પહેલી વખત નાટુ નાટુ ગીતને ઓસ્કારમાં અવોર્ડ મળ્યો. ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સે’ પણ અવોર્ડ જીત્યો. સારી વાત છે કે આ બંને એવોર્ડ દક્ષિણ ભારતીય ફિલ્મોને મળ્યા છે. અમને ખૂશી છે. મારો આગ્રહ છે કે રૂલિંગ પાર્ટી આનો ક્રેડિટ ન લે કે અમે તેને ડાયરેક્ટ કર્યું છે, અમે તેને લખ્યું છે. મોદીજીએ આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. ખડગે આ બોલીને મોટેથી હસવા લાગે છે. તેમની વાત સાંભળી સત્તા પક્ષમાં બેસેલા પીયુગોયલ, એસ જયશંકર પણ હસવા લાગે છે.
દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને ઓસ્કાર એવોર્ડ વિજેતા દક્ષિણ ભારતીય ફિલ્મ પર ખડગેના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું- અમે ખૂબ જ ખુશ છીએ કે પહેલીવાર આપણને ઓસ્કાર તરફથી બે એવોર્ડ મળ્યા. તેઓ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અથવા ઉત્તરના છે કે કેમ તેનાથી કોઈ ફરક પડતો નથી. આપણે બધા ભારતીય છીએ. હું ખૂબ જ ખુશ છું કે આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ઘણી વખત દેશનું નેતૃત્વ કર્યું છે. સત્યજિત રેથી લઈને અત્યાર સુધી.
આ સમાચાર પણ વાંચો : રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો : ભારતમાં ડિલિવરી સ્ટાફને બ્લુ અને ગ્રે-કોલર કામદારોમાં સૌથી વધુ પગાર મળે છે
ઉલ્લેખનીય છે કે ભારતીય ફિલ્મ ‘RRR’ ના તેલુગુ ગીત ‘નાટુ નાટુ’ એ 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણીમાં ઓસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેલુગુ ગીત ‘નાટુ નાટુ’ એમએમ કીરાવાણી દ્વારા રચવામાં આવ્યું છે અને ગીતો ચંદ્રબોઝ દ્વારા લખવામાં આવ્યા છે. ‘નાટુ નાટુ’ નો અર્થ છે ‘નૃત્ય કરવું’. કાર્તિક ગોન્સાલ્વિસ દ્વારા દિગ્દર્શિત તમિલ ભાષાની ડોક્યુમેન્ટ્રી ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’એ ‘ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ’ કેટેગરીમાં ભારત માટે પ્રથમ ઓસ્કાર જીત્યો હતો.