Site icon

Kisan Andolan: ખનૌરી બોર્ડર પર પોલીસ ગોળીબારમાં યુવાન ખેડૂતનું મોત થતાં ખેડૂતોમાં રોષ, દિલ્હી કૂચ આટલા દિવસ માટે થઈ સ્થગિત.

Kisan Andolan: હરિયાણા પોલીસે ખનૌરી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો પર રબરની ગોળીઓ ચલાવી અને ટીયર ગેસના શેલ છોડ્યા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

Kisan Andolan After the death of a young farmer in police firing on the Khanauri border, the farmers are angry, the Delhi march has been suspended for this day..

Kisan Andolan After the death of a young farmer in police firing on the Khanauri border, the farmers are angry, the Delhi march has been suspended for this day..

News Continuous Bureau | Mumbai    

Kisan Andolan: પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતોના વિરોધ દરમિયાન ગોળીબારમાં એક યુવાન ખેડૂતનું ( young farmer ) મોત થયાના સમાચાર છે. પોલીસ ફાયરિંગમાં ખેડૂતના મોત બાદ હવે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રણનીતિ ઘડવા માટે ( Delhi march) દિલ્હી કૂચ 2 દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. 

Join Our WhatsApp Community

હરિયાણા પોલીસે શંભુ અને ખનૌરી બોર્ડર ( Khanauri Border ) પર બેરિકેડ્સ તોડવાના ખેડૂતોના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે ટીયર ગેસના શેલ ( Tear gas shells ) છોડ્યા હતા, જેના પરિણામે યુવાન ખેડૂતનું મૃત્યુ થયું છે અને કેટલાક અન્ય લોકો ઘાયલ થયા હતા. પટિયાલા સ્થિત રાજિન્દર હોસ્પિટલના તબીબે મિડીયાને જણાવ્યું હતું કે, ખનૌરી બોર્ડર પોઈન્ટથી ત્રણ લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું. મૃતકને માથામાં ઈજા થઈ હતી. જ્યારે અન્ય બે લોકોની હાલત સ્થિર છે. ખેડૂતોએ દાવો કર્યો હતો કે ટીયર ગેસના શેલ સિવાય હરિયાણા પોલીસના ( Haryana Police ) જવાનોએ રબરની ગોળીઓ પણ ચલાવી હતી.

 ખેડૂતોના હિંસક આંદોલનમાં 12 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા….

પંજાબ-હરિયાણા સરહદ ( Punjab-Haryana border ) પરના બે વિરોધ સ્થળો પૈકીના એક ખનૌરી સરહદ પર અથડામણમાં એક યુવા ખેડુતનું મોત અને લગભગ 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા પછી ખેડૂત નેતાઓએ બુધવારે ‘દિલ્હી ચલો’ કૂચ બે દિવસ માટે મુલતવી રાખી હતી. ખેડૂત નેતા કહ્યું કે તેઓ શુક્રવારે સાંજે આગળની રણનીતિ નક્કી કરશે.

આ સમાચાર પણ વાંચો :  Manoj Jarange: મરાઠા આરક્ષણ વચ્ચે આ ભૂતપૂર્વ સાથીદારે, જરાંગે પર નિશાન સાધતા કહ્યુંઃ તેણે મરાઠા આરક્ષણને નુકસાન પહોંચાડ્યું, તે નંબર 1 એક્ટર છે, તેને…

દરમિયાન, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ખનૌરી બોર્ડર પર ગોળીબારમાં ખેડૂતના મોતની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને દાવો કર્યો હતો કે એક દિવસ ઇતિહાસ ચોક્કસપણે ખેડૂતોની હત્યા માટે ભાજપ પાસેથી હિસાબ માંગશે. તે જ સમયે, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે મોદી સરકારના 10 વર્ષ ખેડૂતો માટે બહું સરળ રહ્યા નથી. રાહુલ ગાંધીએ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું – ખનૌરી બોર્ડર પર ગોળીબારમાં યુવા ખેડૂતના મૃત્યુના સમાચાર હૃદયદ્રાવક છે, મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. છેલ્લી વખત પણ 700 ખેડૂતોના બલિદાન આપ્યા પછી જ માન્યો હતો મોદીનો અહંકાર, હવે તે ફરીથી તેમના જીવના દુશ્મન બની ગયો છે.

ઉલ્લેખનીય છે કે, હરિયાણાના દાતાસિંહ વાલા-ખનૌરી બોર્ડર પર બુધવારે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદેસર ગેરંટી સહિતની વિવિધ માંગણીઓ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોએ ડાંગરના ભૂસામાં મરચાં નાખીને આગ લગાવી હતી અને પોલીસ પર આંદોલન હિંસક બનતા હુમલો કર્યો હતો. આ હુમલામાં 12 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version