ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે આવતીકાલે ધ્વજવંદનનો પ્લાન બદલ્યો, હવે અહીં ફરકાવવામાં આવશે રાષ્ટ્રધ્વજ ; ખેડૂતોને કરી આ અપીલ 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

શનિવાર

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે આંદોલન ચલાવી રહેલા ખેડૂતોના સંગઠન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેતે આવતીકાલે ધ્વજવંદનનો પ્લાન બદલી નાખ્યો છે  

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે પહેલા અમારો 15મી ઓગસ્ટના ઝંડો લહેરાવવાનો પ્લાન હતો પરંતુ દિલ્હી કેન્ટમાં બાળકી સાથે રેપની ઘટના બન્યા બાદ પ્લાન બદલી નાંખ્યો છે

આ વખતે 15 ઓગસ્ટનો ઝંડો હિમાલયની ગોદમાં ફરકાવવામાં આવશે. હિમાલયની તળેટીના કોઈ ગામડામાં થનારા ધ્વજવંદનમાં હું ભાગ લઈશ. જ્યાં કોઈ સરકારી પ્રતિનિધિ હાજર ના હોય.

સાથે જ તેમણે દેશભરના ખેડૂતોને અપીલ કરી છે કે, સ્વતંત્રતા દિવસ પર ખેડૂતો પોતાના ઘરની અગાસીઓ પર, વાહનો પર તેમજ દિલ્હી બોર્ડર પર ઉભા કરાયેલા કામચલાઉ કેમ્પ પર ઝંડો ફરકાવે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતો છેલ્લા કેટલાક દિવસથી પંદર ઓગસ્ટના રોજ દિલ્હીમાં ઝંડો ફરકાવવાનુ એલાન કરી રહ્યા હતા પણ ટિકૈતના ઉપરોક્ત નિવેદન બાદ હવે આંદોલનકારી ખેડૂતો દિલ્હીમાં ધ્વજ ફરકાવે તેવી અટકળો શાંત થઈ જશે તેમ લાગી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં 16 ઑગસ્ટથી આ ચાર નવા કેન્દ્રીય પ્રધાન કાઢશે ‘જન આશીર્વાદ યાત્રા’; જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment