Knight Frank India Report: ઘરોના વેચાણે અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા… કિંમતોમાં આટલા ટકાનો વધારો છતાં.. આ આઠ મોટા શહેરોમાં વધી માંગ..

Knight Frank India Report: ઘરોના વેચાણે અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા... કિંમતોમાં આટલા ટકાનો વધારો છતાં.. આ આઠ મોટા શહેરોમાં વધી માંગ..

by Bipin Mewada
Knight Frank India Report Home sales break all previous records...Despite price hike this much..Demand rises in these eight major cities

News Continuous Bureau | Mumbai

Knight Frank India Report: જ્યાં સમગ્ર દેશમાં દિવસે ને દિવસે મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ લોકોમાં સતત આગળ વધવાની પણ હોડ લાગી છે. આવું કંઈક હાઉસિંગ સેક્ટરમાં ( housing sector ) પણ જોવા મળી રહ્યું છે. 

એક રિપોર્ટ મુજબ, કિંમતોમાં ભારે ઉછાળો હોવા છતાં, લક્ઝરી હાઉસિંગની ( luxury housing ) મજબૂત માંગને કારણે 2023માં ઘરનું વેચાણ ( House Sales ) 10 – વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે દેશના આઠ મોટા શહેરોમાં કુલ 3,29,097 મકાનો વેચાયા હતા. આ આંકડો 2022માં વેચાયેલા 3,12,66 મકાનો ( houses ) કરતાં 5 ટકા વધુ હતો. કુલ વેચાણમાં ( total sales ) રૂ. 1 કરોડથી વધુ કિંમતના મકાનોનો હિસ્સો 2023માં વધીને 34 ટકા થયો હતો. જ્યારે 2022માં તે 27 ટકા હતો.

આઠ મોટા શહેરોમાં રૂ. 50 લાખ સુધીની કિંમતના મકાનોનું વેચાણ 16 ટકા ઘટ્યું..

શહેરમાં વેચાણમાં તેજી

મુંબઈ 86,871 02 ટકા
દિલ્હી-એનસીઆર 60,002 03 ટકા
બેંગ્લોર 54,046 01 ટકા
પુણે 49,266 13 ટકા
ચેન્નાઈ 14,920 05 ટકા
હૈદરાબાદ 32,880 06 ટકા
કોલકાતા 14,999 16 ટકા
અમદાવાદ 16,113 15 ટકા

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Ram Mandir: આ ગુજરાતી પરિવારે તૈયાર કરી છે રામ મંદિરની ડિઝાઈન.. બે-ચાર નહીં પરંતુ પંદર પેઢીઓથી કરી રહ્યું છે આ જ કામ..

રિપોર્ટ મુજબ, ગયા વર્ષે આઠ મોટા શહેરોમાં રૂ. 50 લાખ સુધીની કિંમતના મકાનોનું વેચાણ 16 ટકા ઘટીને 98,000 યુનિટ થયું હતું. 50 લાખ સુધીની કિંમતના મકાનોની સપ્લાયમાં ( Houses supply ) પણ લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર, રૂ. 50 લાખ અને તેનાથી ઓછી કિંમતના મકાનોનું વેચાણ 2022માં 1,17,131 યુનિટથી ઘટીને 2023માં 97,983 યુનિટ થયું હતું. જેમાં 2023માં કુલ હાઉસિંગ વેચાણમાં પોસાય તેવી રહેણાંક મિલકતોનો હિસ્સો ઘટીને 30 ટકા થઈ ગયો હતો.

રિપોર્ટ અનુસાર, નવા વર્ષમાં પણ મકાનોની માંગ રહેશે. ઘર ખરીદનારાઓને આલીશાન મકાનો ખૂબ પસંદ પડી રહ્યા છે. લોકો મોટા મકાનો તરફ આકર્ષાઈ રહ્યા છે. જેના કારણે મોંઘા મકાનોનું વેચાણ વધ્યું છે. નવા વર્ષમાં આ વેપાર વધુ વધશે કારણ કે ભારતીય જીડીપી ઝડપથી વધી રહ્યો છે. લોકોની આવક વધી રહી છે. આ કારણે તેના સપના મોટા થઈ રહ્યા છે. જે 1BHKમાં રહે છે તે 2BHK લઈ રહ્યો છે અને જે 2BHKમાં રહે છે તે 3BHK લઈ રહ્યો છે. જેની પાસે ઘર નથી તે પોતાનું ઘર રાખવાનું સપનું પૂરું કરી રહ્યો છે. તેથી, આગામી 5 વર્ષ સુધી મકાનોની માંગમાં ઘટાડો થવાની અપેક્ષા નથી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More