News Continuous Bureau | Mumbai
Kolkata Doctor Rape Murder: પ. બંગાળની રાજધાની કોલકાતામાં એક ટ્રેઇની ડોક્ટરની હત્યાના કારણે દેશભરના ડોક્ટરો માં ભારે રોષ છે. દેશભરમાં સતત બીજા દિવસે ડોક્ટરો હડતાળ પર છે. આજે પણ સમગ્ર દેશમાં ઓપીડી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ડોક્ટરના બળાત્કાર અને હત્યાની સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવી રહી છે.
Kolkata Doctor Rape Murder: આજથી OPD સેવા બંધ કરવાની જાહેરાત
ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (એફએઆઈએમએ) એ પણ કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતાના વિરોધમાં આજથી OPD સેવા બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્વિટર પર પોસ્ટ શેર કરતી વખતે, FAIMAએ લખ્યું, ‘અમે સમગ્ર ભારતમાં વિરોધ કરી રહેલા ડૉક્ટરોની સાથે ઊભા છીએ! અમે દેશભરના ડોકટરોને આજથી આ વિરોધમાં જોડાવા અપીલ કરીએ છીએ. અમને ન્યાય જોઈએ છે!’
સાથે જ મુંબઈથી લઈને અલીગઢ અને જયપુર સુધી ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ સ્વાસ્થ્ય મંત્રી સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. દિલ્હીમાં ડોક્ટરો ગઈકાલથી કામનો બહિષ્કાર કરી રહ્યા છે, જેના કારણે 80 ટકા સર્જરીના કેસ એઈમ્સમાં લેવામાં આવ્યા નથી.
આ સમાચાર પણ વાંચો: Broadcasting Bill : કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ પાછું લીધું, મોદી સરકાર બેકફૂટ પર
Kolkata Doctor Rape Murder: CBI તપાસની માંગ
રેસિડેન્ટ ડોક્ટરો આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું છે કે જો પોલીસ રવિવાર સુધીમાં કોઈ નિષ્કર્ષ પર નહીં પહોંચે તો સરકાર પોતે સીબીઆઈને તપાસ સોંપશે, પરંતુ ભાજપનો આરોપ છે કે રાજ્ય સરકારે હજુ સુધી કોઈ પહેલ કરી નથી. કેન્દ્રીય મંત્રી સુકાંત મજમુદારે કહ્યું કે પોલીસનું સ્ટેન્ડ યોગ્ય નથી, ભાજપ સીબીઆઈ તપાસની માંગ કરી રહી છે, સીએમ મમતા બેનર્જી સીબીઆઈ તપાસ માટે સંમત થયા છે, પરંતુ તેમણે હજુ સુધી ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો નથી.