ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
06 જાન્યુઆરી 2021
કોરોના પાર સરચાર્જ ની શક્યતા વર્તાઈ રહી છે. આવું થવાનું કારણ એ છે કે સરકારે 3 કરોડ કોરોના વૉરિયર્સને મફત રસી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કોવિડના અન્યો ખર્ચાને પહોંચી વળવા સરકાર હવે નવો ટેક્સ લાદવા જઈ રહી છે.
કેન્દ્ર સરકાર દેશના અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે દેશભરમાં કોવિડ સરચાર્જ લાદશે, કારણકે કોરોના રોગચાળાએ મોટો આર્થિક ફટકો આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં આનો સમાવેશ કરવામાં આવશે. હાલમાં, કેન્દ્રને ખુદ મોટા પ્રમાણમાં ભંડોળની જરૂર છે. તેથી, સામાન્ય માણસ પર સરચાર્જ લાદવા સિવાય રસ્તો નથી.
અગાઉ, કોરોના ફાટી નીકળવાના કારણે સંસદનું શિયાળુ સત્ર રદ કરવામાં આવ્યું હતું. રોગચાળાને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકો કેન્દ્રના બજેટને આશા સાથે જોઈ રહ્યા છે. જો કે, આવકની તંગી અને કોરોના રસીના ખર્ચને ટાંકીને સરકાર લોકો પર કોવિડ સરચાર્જ લાદશે. કેન્દ્ર સરકારે પહેલેથી જ રાજ્યની માલિકીની કંપનીઓમાં હિસ્સો વેચીને ભંડોળ ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે.
સંસદીય બાબતોની મંત્રીમંડળ સમિતિની ભલામણ મુજબ બે સત્રમાં આ યોજાશે. સંમેલનનું પહેલું સત્ર 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જ્યારે બીજુ સત્ર 8 માર્ચથી 8 એપ્રિલ સુધી યોજવામાં આવશે. આથી હોવી જનતાની નજર આગામી બજેટ પર રહેશે એ વાત નક્કી છે.