ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુલાઈ 2020
કુલભૂષણ જાધવ મામલે ભારતના કડક વલણને લઈને પાકિસ્તાને પોતાના નિર્ણય પરથી પીછેહઠ કરી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે મોડી સાંજે કુલભૂષણ જાધવને મોતની સજાના વિરોધમાં અપીલ કરવાની અનુમતિ આપી છે.
પાકિસ્તાને દાવો કર્યો છે કે જાધવને આ અપીલ કરવાની છૂટ આપી એ પહેલા વિશિષ્ટ અધ્યાદેશ લાવવો પડ્યો છે. જોકે, ભારતે પાકિસ્તાનના આ દાવાને જુઠ્ઠાણું ગણાવ્યુ છે. પાડોશી દેશના છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા નાટકનો જ એક ભાગ છે અને તે માત્ર અને માત્ર આ મામલે ભ્રમણા ઉભી કરવા માંગે છે. એમ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે જાધવ પર આ મામલે અરજી દાખલ ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બપોરે પકિસ્તાને દાવો કર્યો હતો કે "જાધવ પોતાને થયેલી ફાંસીની સજાના વિરોધમાં અપીલ કરવા ઇન્કાર નથી માંગતો'. જોકે સાંજ થતા સુધીમાં પાકે પોતાના જ નિવેદનથી પલટી મારતા પાકિસ્તાની વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણય મુજબ તમામ જરૂરી પગલાં લીધાં છે. તેમને જણાવ્યું કે જાધવ અથવા તેમના કાનૂની પ્રતિનિધિ અથવા ઇસ્લામાબાદમાં ભારતના કાઉન્સિલર અધિકારી અપીલ અને સમીક્ષા અરજી કરી શકે છે. સાથે જ બીજા કોન્સ્યૂલર એક્સેસની અનુમતી પણ મેળવી શકે છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com